વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં ફાયરિંગ: ટ્રમ્પનો આબાદ બચાવ, કહ્યું– ‘રાષ્ટ્રપતિ હોવું જોખમી વ્યવસાય છે’


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર જાનલેવા હુમલાનો પ્રયાસ થયો છે. ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન અજ્ઞાત હુમલાખોરે કરેલા ગોળીબારમાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે અત્યંત મક્કમતાથી જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ પદ સંભાળવું એ એક જોખમી વ્યવસાય છે, પરંતુ આવા પડકારો મારી નોકરીનો જ એક ભાગ છે.”
ટ્રમ્પની પ્રતિક્રિયા: “પ્રભાવશાળી લોકો જ નિશાન બને છે”
હુમલાના આઘાતમાંથી બહાર આવી ટ્રમ્પે સિક્રેટ સર્વિસની કામગીરીના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે કાર્યક્રમમાં હાજર મહેમાનોને સંબોધતા કહ્યું:
-
હિંસક દુનિયા: “આ દુનિયા એક ખતરનાક જગ્યા છે. જ્યારે તમે કોઈ પ્રભાવશાળી સ્થાન પર હોવ છો, ત્યારે સ્વાભાવિક રીતે જ વિરોધીઓ તમારી પાછળ પડી જાય છે.”
-
પ્રથમ અનુભવ: “જ્યારે ગોળીબાર થયો ત્યારે મને લાગ્યું કે કોઈ ટ્રે (Tray) પડી ગઈ હશે, પરંતુ મેલાનિયા તરત જ સમજી ગયા હતા કે આ અવાજ ખતરનાક છે.”
-
આશાવાદ: ટ્રમ્પે હળવા અંદાજમાં રિપોર્ટર્સના ડ્રેસિંગની પ્રશંસા કરી અને ખાતરી આપી કે આ કાર્યક્રમ ભવિષ્યમાં વધુ સુરક્ષિત રીતે ફરી યોજાશે.
હુમલાખોર કોણ હતો?
સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરની ઓળખ કરી લીધી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
-
ઓળખ: હુમલાખોરનું નામ કોલ ટોમસ એલન (31 વર્ષ) છે, જે કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી છે.
-
હથિયારોનો જથ્થો: વોશિંગ્ટન ડીસી પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પાસેથી શોટગન, હેન્ડગન અને અનેક છરીઓ મળી આવી છે.
-
કાનૂની કાર્યવાહી: અમેરિકાના એટર્ની જીનાઈન પિરોએ જણાવ્યું કે આરોપી પર અગ્નિશસ્ત્રોનો ઉપયોગ અને અધિકારી પર હુમલાના ગંભીર આરોપો હેઠળ કેસ દાખલ કરાયો છે. સોમવારે તેને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સુરક્ષામાં ક્ષતિ કે ષડયંત્ર?
તપાસકર્તાઓના મતે, અત્યાર સુધીની પૂછપરછમાં આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હોવાના પુરાવા મળ્યા નથી. જોકે, હુમલાખોર જે બોલરૂમમાં ટ્રમ્પ બેઠા હતા તેનાથી થોડો દૂર હતો, પરંતુ તેની પાસે રહેલા હથિયારો જોતા મોટું નુકસાન થઈ શક્યું હોત.
- Advertisement -
- Advertisement -