28 C
Ahmedabad
Saturday, April 18, 2026

“મારે અને PMને તો પત્ની જ નથી…” – રાહુલ ગાંધીની રમુજ પર લોકસભામાં હાસ્યના ફુવારા!


લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પર ચાલી રહેલી ગંભીર ચર્ચા વચ્ચે એક એવી ક્ષણ આવી જ્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના સાંસદો ખડખડાટ હસી પડ્યા હતા. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પોતાની અને વડાપ્રધાન મોદીની પર્સનલ લાઈફ પર કરેલી ટકોરને કારણે સદનનો માહોલ હળવોફૂલ થઈ ગયો હતો.

સદનમાં જ્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું

મહિલાઓના મહત્વ વિશે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “માતા, બહેન અને પત્ની તરીકે સ્ત્રીઓ આપણા જીવનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.” આટલું બોલ્યા પછી તેમણે મજાકના મૂડમાં ઉમેર્યું, જોકે, વડાપ્રધાન મોદી અને મારી તો પત્ની જ નથી!” રાહુલની આ વાત સાંભળતા જ ગૃહમાં હાજર તમામ સાંસદો જોરજોરથી હસવા લાગ્યા હતા અને ખુદ રાહુલ પણ પોતાનું સ્મિત રોકી શક્યા નહોતા.

બહેન પ્રિયંકા માટે ગર્વ અને નમ્રતા

ચર્ચા દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ રાહુલના હાથ પર પટ્ટી જોઈને ઈજા વિશે પૃચ્છા કરી હતી. ઈજાની માહિતી આપી રાહુલે પોતાની બહેન પ્રિયંકા ગાંધીના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે નમ્રતાપૂર્વક સ્વીકાર્યું કે, પ્રિયંકાએ ગઈકાલે માત્ર 5 મિનિટના ભાષણમાં જે જાદુ કર્યો, તે હું 20 વર્ષમાં નથી કરી શક્યો.” રાહુલની આ વાત પર ગૃહમંત્રી અમિત શાહ પણ હસી પડ્યા હતા.

દાદીની શીખ અને સરકાર પર પ્રહાર

હાસ્ય-મજાક બાદ રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા સરકારને આડે હાથ લીધી હતી:

  • વારસો: તેમણે પોતાની દાદી ઈન્દિરા ગાંધીને યાદ કરતા કહ્યું કે, તેમણે જ મને સાચું બોલતા અને ડર્યા વગર લડતા શીખવ્યું છે.

  • આક્ષેપ: રાહુલે દાવો કર્યો કે આ બિલ મહિલા સશક્તિકરણ માટે નહીં, પણ OBC સમાજના અધિકારો છીનવવાનું એક ષડયંત્ર છે.

વિરોધ: તેમણે આ બિલને SC-ST અને OBC વર્ગ વિરોધી ગણાવીને વિપક્ષ તરફથી તેનો સખત વિરોધ કરવાની જાહેરાત કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -