36 C
Ahmedabad
Tuesday, April 21, 2026

WhatsAppના સામ્રાજ્યને મસ્કનો પડકાર: લોન્ચ થઈ રહી છે નવી મેસેજિંગ એપ ‘XChat’, જાણો તેના હાઈ-ટેક ફીચર્સ


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ના માલિક એલોન મસ્ક હવે મેસેજિંગની દુનિયામાં મોટી ક્રાંતિ લાવવા જઈ રહ્યા છે. મસ્ક હવે આઈફોન અને આઈપેડ યુઝર્સ માટે એક સ્વતંત્ર (Standalone) મેસેજિંગ એપ્લિકેશન ‘XChat’ લોન્ચ કરવાની તૈયારીમાં છે..આ એપ સીધી રીતે WhatsApp અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ્સને ટક્કર આપશે..હાલમાં આ એપ સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને 17 એપ્રિલ 2026 ના રોજ સત્તાવાર રીતે રિલીઝ થશે.

DM નહીં, પણ સંપૂર્ણ અલગ એપ્લિકેશન

ઘણા લોકોને પ્રશ્ન છે કે શું આ ‘X’ (ટ્વિટર) ના ડાયરેક્ટ મેસેજ જેવું જ હશે? જવાબ છે ‘ના’. XChat એ એક સ્વતંત્ર એપ્લિકેશન હશે..જે ‘X’ ના મુખ્ય પ્લેટફોર્મથી અલગ રહીને કામ કરશે. તેને આધુનિક કોમ્યુનિકેશન ટૂલ્સ અને પ્રાઈવસી પર વધુ ધ્યાન આપીને વિકસાવવામાં આવી છે.

XChat ની સુરક્ષા અને પ્રાઈવસીના દમદાર ફીચર્સ:

  • એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન: તમારી ચેટ સંપૂર્ણપણે સિક્યોર રહેશે. મોકલેલા સંદેશા માત્ર મોકલનાર અને મેળવનાર જ વાંચી શકશે, ત્રીજી કોઈ વ્યક્તિ કે કંપની તેનો એક્સેસ મેળવી શકશે નહીં.

  • એડિટ અને બંને તરફથીડિલીટ: જો મેસેજમાં ભૂલ થાય તો તેને એડિટ કરી શકાશે. આ ઉપરાંત, મેસેજ ડિલીટ કરવા પર તે મોકલનાર અને મેળવનાર બંનેના ફોનમાંથી ભૂંસાઈ જશે.

  • સ્ક્રીનશોટ પ્રોટેક્શન: યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એપમાં સ્ક્રીનશોટ બ્લોકિંગની સુવિધા આપવામાં આવી છે..એટલે કે, તમારી મંજૂરી વિના કોઈ તમારી ચેટનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.

  • 5 મિનિટમાં ડિસઅપીયરિંગ મેસેજ: જો તમે કોઈ સંવેદનશીલ વાત કરી રહ્યા હોવ, તો તે મેસેજ મોકલ્યાની માત્ર 5 મિનિટમાં જ આપમેળે ગાયબ થઈ જાય તેવું સેટિંગ કરી શકાય છે.

વિશાળ ગ્રુપ અને ફ્રી કોલિંગ

XChat માં એક સાથે 481 મેમ્બર્સનું મોટું ગ્રુપ બનાવવાની સુવિધા મળશે..આ સાથે જ હાઈ-ક્વોલિટી વોઈસ અને વીડિયો કોલિંગનો અનુભવ પણ મળશે..જે વિવિધ એપલ ડિવાઈસ પર સીમલેસ રીતે કામ કરશે.

જાહેરાત મુક્ત અનુભવ

કંપનીએ દાવો કર્યો છે કે XChat માં કોઈ પણ પ્રકારની જાહેરાતો (Ads) બતાવવામાં આવશે નહીં. વળી, એપ યુઝરની પર્સનલ એક્ટિવિટીને પણ ટ્રેક કરશે નહીં.. જે તેને અન્ય મેસેજિંગ એપ્સ કરતા વધુ સુરક્ષિત બનાવે છે.

કઈ રીતે મેળવશો XChat?

જો તમે આઈફોન કે આઈપેડ યુઝર છો, તો તમે એપ સ્ટોર પરથી આ એપ પ્રી-ઓર્ડર કરી શકો છો. જેવી એપ લોન્ચ થશે કે તરત જ તમારા ફોનમાં ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે.

  • જરૂરી વર્ઝન: આ એપ વાપરવા માટે તમારા ડિવાઈસમાં iOS 26 અથવા iPadOS 26 હોવું જરૂરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -