સૂરોની દુનિયામાં શોક: દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, છાતીમાં ઈન્ફેક્શન બાદ લીધા અંતિમ શ્વાસ
ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આજે સમાપ્ત થયો છે. મશહૂર ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે અચાનક તબિયત લથડતા તેમને મુંબઈની પ્રસિદ્ધ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ સર્વિસ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશભરના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા.પરંતુ આજે રવિવારે આ દિગ્ગજ ગાયિકાએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે.
સક્રિય જીવનશૈલી છતાં ઉંમર અને બીમારી સામે હાર્યા
આશા ભોંસલેના નિધનના સમાચારથી સંગીતપ્રેમીઓમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. 92 વર્ષની વય હોવા છતાં તેઓ અત્યંત સક્રિય જીવનશૈલી જીવવા માટે જાણીતા હતા. શનિવારે જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ‘ચેસ્ટ ઈન્ફેક્શન’ (છાતીમાં ચેપ) હોવાનું સામે આવ્યું હતું.આ સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર તેમના લાખો ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી.જોકે, તબીબોના તમામ પ્રયાસો અને દુઆઓ છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો.નિષ્ણાતોના મતે વધતી ઉંમરે છાતીમાં થતું સંક્રમણ જીવલેણ સાબિત થઈ શકે છે.
પૌત્રી જનાઈ ભોંસલેની પોસ્ટથી મળી હતી જાણકારી
આશાજીની તબિયત અંગેની પ્રથમ સત્તાવાર જાણકારી તેમની પૌત્રી જનાઈ ભોંસલેએ ઈન્સ્ટાગ્રામ પર આપી હતી. જનાઈએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, અતિશય થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. તેણે પરિવારની પ્રાઈવસી જાળવવા અને દાદીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. કમનસીબે, ગાયિકાએ આજે રવિવારે અંતિમ શ્વાસ લીધા છે અને આ સાથે જ સૂર અને લયનો એક યુગ આથમી ગયો છે.
- Advertisement -
- Advertisement -