ઐતિહાસિક સિદ્ધિ: નાસાનું આર્ટિમિસ-2 મિશન સફળ, ચાર અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પુનરાગમન

અમેરિકન સ્પેસ એજન્સી NASA એ ચંદ્ર મિશન ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. 10 દિવસની અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી આર્ટિમિસ-2 મિશનના ચારેય અવકાશયાત્રીઓ 11 એપ્રિલના રોજ સુરક્ષિત રીતે પેસિફિક મહાસાગરમાં પરત ફર્યા છે.
મિશનની મુખ્ય વિશેષતાઓ:
-
ઐતિહાસિક ટીમ: 53 વર્ષ બાદ ચંદ્ર તરફ ગયેલા આ મિશનમાં પ્રથમ વખત એક મહિલા (ક્રિસ્ટિના કોચ), એક અશ્વેત (વિક્ટર ગ્લોવર) અને એક બિન-અમેરિકન/કેનેડિયન (જેરેમી હેનસેન) સભ્યનો સમાવેશ થયો હતો. ટીમનું નેતૃત્વ કમાન્ડર રીડ વાઈઝમેને કર્યું હતું.
-
કાપેલું અંતર: અવકાશયાત્રીઓએ ચંદ્રની પાછળથી પસાર થઈને કુલ 6,90,000 માઈલથી વધુનું અંતર કાપ્યું, જે માનવ ઇતિહાસમાં સૌથી દૂર સુધીની મુસાફરી છે.
-
પડકારો અને સફળતા: અગાઉ હાઇડ્રોજન લીક અને ટેકનિકલ ખામીઓને કારણે મિશન વિલંબિત થયું હતું, પરંતુ તમામ અવરોધો પાર કરી ફ્લોરિડાથી સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
-
નવી સુવિધાઓ: આર્ટિમિસ-2 માં પ્રથમ વખત લાઈફ સપોર્ટ સિસ્ટમ, પાણી અને શૌચાલય જેવી અદ્યતન સુવિધાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હવે આગળ શું?
આ મિશનની સફળતાએ આર્ટિમિસ-3 માટેનો માર્ગ મોકળો કર્યો છે. આર્ટિમિસ-2 માં યાત્રીઓ ચંદ્રની સપાટી પર ઉતર્યા વગર પરત ફર્યા છે, પરંતુ હવે આગામી મિશનમાં નાસા અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરાવવાની તૈયારી કરી રહ્યું છે.“રીડ, વિક્ટર, ક્રિસ્ટિના અને જેરેમી, તમારું ઘરે સ્વાગત છે!” – આ સંદેશ સાથે નાસાએ સમગ્ર વિશ્વને આ વિજયી પરત ફરવાની જાણ કરી હતી.
- Advertisement -
- Advertisement -