શાંતિના નામે પાકિસ્તાનનો દંભ? ઇઝરાયલે ખ્વાજા આસિફના ‘ઝેરીલા’ નિવેદન પર પાકિસ્તાનનો ઉધડો લીધો

ગાંધીનગર એક્સપ્રેસના ગૌરવવંતા સ્પોન્સર: ક્રિશ્ના લેબોરેટરી – ચોક્કસ નિદાન, શ્રેષ્ઠ સમાધાન.”
એક તરફ પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ કરાવવા માટે ‘શાંતિ દૂત’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ તેના જ રક્ષા મંત્રીના વિવાદાસ્પદ નિવેદને પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ઇઝરાયલ વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની મધ્યસ્થી કરવાની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ઇઝરાયલનો વળતો પ્રહાર: ‘આ નિવેદન સહન કરી શકાય તેમ નથી’
ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “એક તરફ પાકિસ્તાન નિષ્પક્ષ મધ્યસ્થી હોવાનો દાવો કરે છે અને બીજી તરફ તેના મંત્રી ઇઝરાયલના વિનાશનું આહવાન કરે છે, જે તદ્દન અસ્વીકાર્ય છે.” ઇઝરાયલના વિદેશ મંત્રી એ પણ આ નિવેદનને યહૂદી-વિરોધી ગણાવીને તેની આકરી નિંદા કરી છે.
ખ્વાજા આસિફે શું ઓક્યું હતું ઝેર?
આગામી ૧૧ એપ્રિલના રોજ પાકિસ્તાન શાંતિ વાર્તાની યજમાની કરવાનું છે, પરંતુ તે પહેલા રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પર ઇઝરાયલને ‘માનવતા માટે અભિશાપ’ અને ‘કેન્સર’ જેવું રાજ્ય ગણાવીને ઝેરીલી પોસ્ટ કરી હતી. તેમણે લેબનાન અને ગાઝાની સ્થિતિ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવી અત્યંત વાંધાજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો.
પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલ
આ ઘટના બાદ રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે, જે દેશના જવાબદાર મંત્રી અન્ય દેશ પ્રત્યે આટલી નફરત ફેલાવતા હોય, તે દેશ બે મહાસત્તાઓ વચ્ચે ‘નિષ્પક્ષ મધ્યસ્થી’ કેવી રીતે કરી શકે? ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનનું આ વલણ શાંતિ સ્થાપવાના તેના દાવાઓથી તદ્દન વિપરીત છે.
- Advertisement -
- Advertisement -