પાન મસાલા જાહેરાત વિવાદ: સલમાન ખાનને હાઈકોર્ટની મોટી રાહત, 13 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટે મોટી કાનૂની રાહત આપી છે. ગ્રાહક આયોગ દ્વારા જારી કરાયેલા જામીનપાત્ર વોરંટ બાદ સલમાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી હતી.પરંતુ. હાઈકોર્ટે હવે તેને 13 એપ્રિલના રોજ જયપુર જિલ્લા ગ્રાહક આયોગ-II સમક્ષ હાજર થવામાંથી હાલ પૂરતી મુક્તિ આપી દીધી છે.
કેમ શરૂ થયો વિવાદ?
આ સમગ્ર વિવાદ પાન મસાલાની ભ્રામક જાહેરાતો સાથે જોડાયેલો છે. ફરિયાદી યોગેન્દ્ર સિંહ બડિયાલે આરોપ લગાવ્યો છે કે. સલમાન ખાન જે પાન મસાલા બ્રાન્ડનો પ્રચાર કરે છે.તેને ‘કેસર-યુક્ત ઈલાયચી’ કહીને વેચવામાં આવે છે. ફરિયાદીનો તર્ક છે કે. આ ઉત્પાદનો કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરે છે. તેમ છતાં સેલિબ્રિટીઝ દ્વારા તેની ગુણવત્તા વિશે ખોટી છાપ ઊભી કરવામાં આવે છે.
કોર્ટના આદેશનું ઉલ્લંઘન પડ્યું ભારે
જાન્યુઆરી 2026માં ગ્રાહક આયોગે આ ઉત્પાદનોની જાહેરાત પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. તેમ છતાં.રાજસ્થાનના અનેક શહેરોમાં આ બ્રાન્ડના હોર્ડિંગ્સ યથાવત જોવા મળ્યા હતા.આયોગે તેને પોતાના આદેશનું ઉલ્લંઘન માન્યું હતું. વારંવાર ગેરહાજર રહેવા બદલ આયોગે નારાજગી વ્યક્ત કરી સલમાન ખાન વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું.
હાઈકોર્ટની એન્ટ્રી અને રાહત
ગ્રાહક આયોગે અગાઉ ચીમકી આપી હતી કે. જો સલમાન ખાન 13 એપ્રિલે હાજર નહીં થાય તો તેની ધરપકડના વોરંટ જારી કરવામાં આવશે. જોકે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા જ કોર્ટે હસ્તક્ષેપ કર્યો છે અને હાલ પૂરતી સલમાન ખાનની મુશ્કેલીઓ ઓછી કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી હાઈકોર્ટના નિર્દેશો મુજબ હાથ ધરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -