28 C
Ahmedabad
Saturday, April 18, 2026

ઝરીન ખાને માતાની છત્રછાયા ગુમાવી: 24 કલાકમાં જ બે સ્વજનના મોતે અભિનેત્રીને ઝીંક્યો મોટો આઘાત, મુંબઈમાં કરાઈ દફનવિધિ


બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન પર અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઝરીન ખાનના માતા પરવીન ખાનનું લાંબી બીમારી બાદ 65 વર્ષની વયે અવસાન થયું છે. બુધવાર. 8 એપ્રિલના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મરહુમ પરવીન ખાનને આજે સવારે મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત વર્સોવા કબ્રસ્તાનમાં સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા.

ટીમ દ્વારા સત્તાવાર જાહેરાત

અભિનેત્રીની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે. “ઝરીન ખાન અને સના ખાનના માતા પરવીન ખાન 8 એપ્રિલના રોજ જન્નતનશીન થયા છે.” આ સમાચાર આવતા જ બોલિવૂડના કલાકારો અને ચાહકોએ શોક વ્યક્ત કર્યો છે. બુધવારે સવારે 10 વાગ્યે તેમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

લાંબી માંદગી સામેની જંગનો અંત

ઝરીન ખાનના માતા છેલ્લા ઘણા સમયથી અસ્વસ્થ હતા. ઝરીન અવારનવાર સોશિયલ મીડિયા પર ચાહકોને તેમની માતાની તબિયત સુધરે તે માટે દુઆ કરવાની વિનંતી કરતી હતી. ફેબ્રુઆરી મહિનામાં ઝરીને તેનો ઇસ્લામિક જન્મદિવસ પણ ઉજવ્યો નહોતો. કારણ કે. તે સમયે પણ માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગયા મહિને તેમને ICU માંથી વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ. કમનસીબે તેમની તબિયતમાં ખાસ સુધારો થયો નહોતો.

દુઃખમાં પડ્યા પર પાટું: 24 કલાકમાં બે આઘાત

ઝરીન ખાન માટે આ સમય અત્યંત કઠિન સાબિત થઈ રહ્યો છે. માતાના અવસાનના માત્ર 24 કલાક પહેલા જ એટલે કે 7 એપ્રિલના રોજ તેણે તેના પ્રિય પાલતુ બિલાડા ‘રેમ્બો’ને પણ ગુમાવ્યો હતો. જે રેમ્બો છેલ્લા 15 વર્ષથી તેની સાથે હતો. એકસાથે આવેલા આ બે આઘાતને કારણે ઝરીન અત્યારે ઘેરા શોકમાં છે.

ઝરીન ખાનની ફિલ્મી સફર

ઝરીન ખાને વર્ષ 2010માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’ દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘હાઉસફુલ 2’. ‘હેટ સ્ટોરી 3’. ‘અક્સર 2’ અને ‘1921’ જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં જોવા મળી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -