28 C
Ahmedabad
Saturday, April 18, 2026

મિડલ ઈસ્ટ યુદ્ધની સીધી અસર તમારા રસોડા પર: સાબુ, તેલ અને બિસ્કિટ સહિતની અનેક વસ્તુઓ થશે મોંઘી!


“આ સમાચારના પ્રાયોજક છે: ક્રિશ્ના લેબોરેટરી – વિશ્વાસ અને સચોટ નિદાનનું સરનામું.”

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિ હવે માત્ર સરહદ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની માઠી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડવા જઈ રહી છે. એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ તણાવને કારણે વૈશ્વિક એનર્જી સંકટ ઊભું થયું છે, જેની સીધી અસર ભારતના FMCG અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટર પર જોવા મળી રહી છે. કાચા માલના વધતા ભાવને કારણે કંપનીઓ હવે પ્રોડક્ટ્સના ભાવ વધારવાની તૈયારીમાં છે.

કઈ વસ્તુઓના ભાવ વધશે?

પેકેજિંગ અને પેટ્રોલિયમ આધારિત વસ્તુઓના ભાવ વધવાને કારણે બિસ્કિટ, સાબુ, ખાદ્ય તેલ અને પેઈન્ટ જેવી રોજિંદી વસ્તુઓ મોંઘી થવાના એંધાણ છે. રિપોર્ટ્સ અનુસાર:

  • એડિબલ ઓઈલ: ખાવાના તેલમાં પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

  • ફૂડ કંપનીઓ: બીકાજી, બ્રિટાનીયા અને નેસ્લે જેવી દિગ્ગજ કંપનીઓ આ ત્રિમાસિક ગાળામાં ભાવ વધારો કરી શકે છે.

  • સાબુ અને પર્સનલ કેર: પામ ઓઈલના ભાવ વધતા HUL અને ગોદરેજ જેવી કંપનીઓ માટે મુશ્કેલી વધી છે, પરિણામે સાબુના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે.

કંપનીઓની નવી રણનીતિ: ભાવ એ જ, વજન ઓછું!

ઝાઈડસ વેલનેસના સીઈઓ તરુણ અરોડાના જણાવ્યા મુજબ, પશ્ચિમ એશિયામાં તણાવ જેટલો લાંબો ચાલશે. મોંઘવારી એટલી જ પ્રબળ બનશે. કંપનીઓ ગ્રાહકો પર સીધો બોજ ન નાખવા માટે એક નવી પદ્ધતિ અપનાવી શકે છે:

  • નાના પેકેટ: કિંમત તે જ રાખવામાં આવશે પરંતુ અંદર રહેલા સામાનનું વજન (Quantity) ઘટાડવામાં આવશે.

  • મોટા પેકેટ: ફેમિલી પેક કે મોટા પેકેટની કિંમતોમાં સીધો વધારો કરવામાં આવશે.

ઉત્પાદન પર બ્રેક?

ચિંતાજનક વાત એ છે કે, દેશની અનેક પેક્ડ ફૂડ કંપનીઓ જે LPG પર નિર્ભર છે. તેમણે કાચા માલ અને એનર્જીના ઊંચા ખર્ચને કારણે ઉત્પાદન ઘટાડી દીધું છે અથવા કેટલાક પ્લાન્ટ્સમાં કામગીરી કામચલાઉ ધોરણે રોકી દીધી છે.

મુખ્ય અસરો પર એક નજર:

  • બિસ્કિટ, સાબુ અને ખાદ્ય તેલના ભાવમાં વધારો નિશ્ચિત.

  • FMCG અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ (ટીવી, ફ્રિજ) કંપનીઓ ભાવ વધારવા મજબૂર.

  • લાહોરી જીરા જેવી કંપનીઓએ મહિનાની શરૂઆતથી જ ભાવ વધારી દીધા છે.

  • પામ ઓઈલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી.

જો મિડલ ઈસ્ટમાં શાંતિ નહીં સ્થપાય, તો આગામી દિવસોમાં ભારતીય બજારોમાં મોંઘવારીનો મોટો આંચકો જોવા મળી શકે છે.



Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -