નિદાન સાચું, તો ઈલાજ પાકો! આજે જ મુલાકાત લો ક્રિશ્ના લેબોરેટરીની.
લેટેસ્ટ મશીનરી
અનુભવી સ્ટાફ
વાજબી દર
નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ટોલ ટેક્સ વસૂલાતની પ્રક્રિયામાં ધરખમ ફેરફારો કરવાની જાહેરાત કરી છે. આગામી 10 એપ્રિલથી અમલમાં આવનારા આ નવા નિયમોને કારણે હવે ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી ભૂતકાળ બની જશે.
રોકડ પેમેન્ટ પર પૂર્ણવિરામ: શું છે નવો નિયમ?
નવા નિયમો મુજબ, દેશના કોઈપણ નેશનલ હાઈવે કે એક્સપ્રેસવે પર ટોલ ટેક્સ હવે રોકડમાં સ્વીકારવામાં આવશે નહીં. ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ઘટાડવા, સમય બચાવવા અને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના હેતુથી સરકાર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
FASTag વગર મુસાફરી કરવી મોંઘી પડશે
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે દંડની જોગવાઈ પણ કડક બનાવી છે:
-
FASTag ફરજિયાત: હવે દરેક વાહન પર સક્રિય FASTag હોવું અનિવાર્ય છે. તમામ ટોલની રકમ ડિજિટલ માધ્યમથી જ કપાશે.
-
UPI પેમેન્ટ પર વધારાનો બોજ: જો વાહનમાં FASTag નહીં હોય, તો વાહનચાલક UPI દ્વારા ચૂકવણી તો કરી શકશે, પરંતુ તેણે સામાન્ય દર કરતાં 25 ગણો વધુ ટેક્સ ભરવો પડશે.
-
બમણો ચાર્જ: જો ટોલની બાકી રકમ અંગે ઈ-નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં ચૂકવણી નહીં કરવામાં આવે, તો વાહન માલિકે બમણો શુલ્ક ચૂકવવો પડશે.


