28 C
Ahmedabad
Saturday, April 18, 2026

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: ઉજ્જૈન ખાતે આયોજિત સાંસ્કૃતિક મહોત્સવમાં 14 પુરસ્કારો જીત્યા


ગાંધીનગરની નામાંકિત દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે આયોજિત કાલસ્વર – શ્રી મહાકાલેશ્વર સાંસ્કૃતિક મહોત્સવ સીઝન-03’ માં શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી કુલ 14 રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવી ભવ્ય વિજય મેળવ્યો છે.

ભવ્ય આયોજન અને રસાકસીભરી સ્પર્ધા 27 થી 29 માર્ચ, 2026 દરમિયાન સમ્રાટ વિક્રમાદિત્ય યુનિવર્સિટીના સ્વર્ણ જયંતિ ઓડિટોરિયમ ખાતે આ ભવ્ય મહોત્સવ યોજાયો હતો.આ સ્પર્ધામાં દેશના 18 રાજ્યોમાંથી 1,350થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આકરી સ્પર્ધા વચ્ચે પણ DPS ગાંધીનગરના વિદ્યાર્થીઓએ પોતાની કલાના ઓજસ પાથર્યા હતા.

વિજેતા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ પ્રદર્શન શાળાના થિયેટર શિક્ષક શ્રી યાજ્ઞિક ચૌહાણના કુશળ નેતૃત્વ હેઠળ તન્મય પુરોહિત, સમીર ઝાલા, કિયાન પટેલ, રિવાન મેવાડા, નિકુંજ શર્મા, ક્રિતિક લુહાર, તનિષ્કા બહુગુના, દ્રવ્યા પટેલ, શેરવિન પટેલ, માહિર પટેલ, માન્યા દુબે, રૂહાની તલરેજા અને જીહાન પટેલ જેવા વિદ્યાર્થીઓએ થિયેટર ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.તેમની પ્રભાવશાળી પ્રસ્તુતિએ નિર્ણાયકો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ગુરુ સાંદીપની એવોર્ડથી સન્માન વિદ્યાર્થીઓની સફળતાની સાથે શાળાના થિયેટર શિક્ષક શ્રી યાજ્ઞિક ચૌહાણને તેમની વિશિષ્ટ માર્ગદર્શન કળા અને કલા ક્ષેત્રે યોગદાન બદલ પ્રતિષ્ઠિત ગુરુ સાંદીપની એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. આ બેવડી સફળતાએ શાળાની ગરિમામાં વધારો કર્યો છે.

શાળાના આચાર્ય શ્રી અંજુ સિંઘએ વિદ્યાર્થીઓ અને શિક્ષકની આ અપ્રતિમ સફળતાને બિરદાવતા તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.અને ભવિષ્યમાં પણ આવી જ રીતે કલા-સંસ્કૃતિના ક્ષેત્રે પ્રગતિ કરવાની પ્રેરણા આપી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -