નેપાળના રાજકારણમાં ભૂકંપ: PM પદ સંભાળતા જ બાલેન શાહનો મોટો એક્શન, પૂર્વ PM ઓલીની ધરપકડ
નેપાળના રાજકીય ફલક પર એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નવનિયુક્ત વડાપ્રધાન બાલેન શાહે સત્તા સંભાળતાની સાથે જ કડક વલણ અપનાવી વિરોધ પક્ષના નેતાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ તેમણે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવાનો આદેશ આપી સૌને ચોંકાવી દીધા છે. આ કાર્યવાહી ‘Gen-Z’ આંદોલન દરમિયાન થયેલા વિદ્યાર્થીઓના મોતના મામલે કરવામાં આવી છે.
જવાબદારી નક્કી કરવા તરફ મોટું પગલું
બાલેન શાહ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ બાદ નેપાળનું રાજકારણ ગરમાયું છે. સત્તા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ લેવાયેલો આ નિર્ણય શાસનમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવાની દિશામાં એક મજબૂત સંકેત માનવામાં આવે છે. કેબિનેટની પ્રથમ બેઠકમાં રજૂ કરવામાં આવેલા તપાસ પંચના રિપોર્ટના આધારે જ આ બંને દિગ્ગજ નેતાઓને હિંસા અને વિદ્યાર્થીઓના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
તપાસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: નિઃસહાય વિદ્યાર્થીઓ પર ફાયરિંગ
વિદ્યાર્થી આંદોલનની તપાસ કરી રહેલા પંચે તેના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો દ્વારા નિઃસહાય વિદ્યાર્થીઓ પર સીધું ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેમાં અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.
-
આ રિપોર્ટના આધારે જ કેપી શર્મા ઓલીની પહેલા ધરપકડ કરવામાં આવી.
-
ત્યારબાદ પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની અટકાયત કરી જેલ ભેગા કરવામાં આવ્યા. આ કડક કાર્યવાહી દ્વારા બાલેન શાહે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તેમની સરકારમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.
પોલીસ અને સેનાની ભૂમિકાની પણ થશે તપાસ
તપાસ પંચના અહેવાલમાં માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ પોલીસ, સશસ્ત્ર દળો અને સેનાના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, સરકારે હજુ સુધી આ સુરક્ષા એજન્સીઓ સામે સીધી કાર્યવાહી કરી નથી. તેના બદલે, વિદ્યાર્થી આંદોલનમાં આ તમામ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવા માટે એક અલગ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે.આ સમિતિના રિપોર્ટ બાદ જે પણ દોષિત જણાશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -