31.2 C
Ahmedabad
Wednesday, March 25, 2026

રખિયાલની જનતાના જીવ અધ્ધર: સ્ટેશનથી ગામ તરફ જતું ગરનાળું બન્યું ‘મોતનું મુખ’, રેલિંગ વગરનું જોખમી બાંધકામ ગમે ત્યારે હોનારત સર્જશે!


શું રખિયાલની જનતાના જીવની કોઈ કિંમત નથી? આ વેધક સવાલ આજે રખિયાલ સ્ટેશનથી રખિયાલ ગામ રોડ પર પસાર થતા દરેક વાહનચાલકના મનમાં ઉઠી રહ્યો છે. અહીં આવેલું ગરનાળું અત્યારે ‘ડેથ ટ્રેપ’ એટલે કે મોતનો છટકબારી સમાન બની ગયું છે. ગરનાળાની બંને બાજુએ સુરક્ષા રેલિંગ કે દિવાલનો સદંતર અભાવ તંત્રની ગુનાહિત અને ઘોર બેદરકારીની ચાડી ખાઈ રહ્યો છે. જે કોઈ મોટી માનવસર્જિત હોનારતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે.
રખિયાલ સ્ટેશન અને ગામને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં ચોવીસ કલાક ટ્રાફિકની ભારે અવરજવર રહે છે.પરંતુ ગરનાળા પરથી પસાર થતી વખતે વાહનચાલકોએ જીવ હથેળીમાં રાખવો પડે છે. ખાસ કરીને આ સાંકડો માર્ગ અને જોખમી વળાંક અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. જ્યારે બે મોટા વાહનો સામસામે આવે છે..ત્યારે સાઈડ કાપતી વખતે ટુ-વ્હીલર ચાલકો માટે નીચે ખાબકવાનું પૂરેપૂરો જોખમ રહે છે.ગરનાળાની ધાર પર સામાન્યા નાના પિલ્લરનુ પ્રોટેક્શન હોવાથી સામાન્ય ચૂક પણ સીધી જાનલેવા સાબિત થઈ શકે છે. વધુમાં, પૂરતી સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે અહીં ગાઢ અંધારપટ્ટ છવાયેલો રહે છે..જેને કારણે અજાણ્યા વાહનચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે..રખિયાલ ગામથી રખિયાલ સ્ટેશન સુધી જે આરસીસી રોડ બનાવ્યો છે તેમાં માત્ર છ મહિના જેટલા સમયમાં જ 40થી 50 જેટલી જગ્યાએ ફાટી ગયો છે..
સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોએ કોન્ટ્રાકટર તેમજ ગ્રામ પંચાયત..જિલ્લા સદસ્ય,,ધારાસભ્ય સહિતના લોકોને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં, જવાબદાર સેવકો તેમજ વિભાગના અધિકારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટના ઘટવાની પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ કુંભકર્ણ નિદ્રામાં પોઢી રહ્યા છે.”સરકારી બાબુઓ”ની આ સંવેદનહીનતા રખિયાલની જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. એક રોષે ભરાયેલા સ્થાનિક વાહનચાલકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે દરરોજ ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થઈએ છીએ. ખાસ કરીને ચોમાસામાં અને રાત્રે તો આ ગરનાળું મોતના કૂવા જેવું લાગે છે. જો તંત્ર વહેલી તકે અહીં મજબૂત રેલિંગ નહીં નાખે, તો આગામી સમયમાં થનારી કોઈ પણ દુર્ઘટના માટે સીધેસીધું વહીવટી તંત્ર જ જવાબદાર રહેશે.”
હવે સમય પાકી ગયો છે કે રખિયાલની જનતાના ટેક્સના પૈસા તેમની જ સુરક્ષા માટે વપરાય. જનતાની સ્પષ્ટ માંગ છે કે હવે આશ્વાસન નહીં પણ નક્કર કામ જોઈએ.તંત્રએ તાત્કાલિક ધોરણે ગરનાળાની બંને તરફ મજબૂત લોખંડની રેલિંગ અથવા પ્રોટેક્શન વોલ બનાવવી જોઈએ. આ સાથે અકસ્માત રોકવા માટે સૂચક બોર્ડ, રેડિયમ સ્ટીકરો અને રાત્રિના પ્રકાશ માટે હાઈ-માસ્ટ લાઈટોની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. જો વહેલી તકે સત્તાધીશો લોકહિતમાં જાગૃત થઈ કામગીરી શરૂ નહીં કરે, તો રખિયાલની જનતાએ આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચીમકી ઉચ્ચારી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -