મધ્ય પૂર્વમાં મહાયુદ્ધની આશંકા: 1 કરોડ ભારતીયોના જીવ જોખમમાં, પીએમ મોદી અને જયશંકર એક્શનમાં
ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષે ખાડી દેશોમાં વસતા ભારતીય સમુદાય માટે ગંભીર ચિંતા ઊભી કરી છે. ઈરાન દ્વારા અમેરિકી સૈન્ય મથકો અને મદદગાર દેશો પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓને કારણે સ્થિતિ વણસી છે.ગલ્ફ દેશોમાં ભારતનો એક મોટો હિસ્સો રોજગારી અને વ્યવસાય અર્થે વસેલો છે. હાલની સ્થિતિમાં અંદાજે 1 કરોડ ભારતીયો યુદ્ધની સીધી કે આડકતરી અસર હેઠળ છે:
યુએઈ (UAE): 35 લાખ (કુલ વસતીના 35%)
સાઉદી અરેબિયા: 27 લાખ
કુવૈત: 10 લાખ
કતાર: 8 લાખ
ઓમાન: 6.6 લાખ
ઈરાનના હુમલા અને સુરક્ષાનું સંકટ
ઈરાને અમેરિકાના એરબેઝ અને સૈન્ય મથકોને નિશાન બનાવવાની સાથે દુબઈ જેવા પર્યટન સ્થળો પર પણ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.યુએઈમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોવાથી ત્યાં મિસાઈલ ત્રાટકતા ભારતીય નાગરિકોની સુરક્ષા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે.જો આ સંઘર્ષ લાંબો ખેંચાય તો લાખો ભારતીયોની રોજગારી છીનવાઈ શકે છે અને ભારત આવતા વિદેશી હુંડિયામણ (Remittance) માં મોટો ઘટાડો થઈ શકે છે.ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે ‘વોર ફૂટિંગ’ પર કામ શરૂ કર્યું છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ટેલિફોનિક ચર્ચા કરી. તેમણે હુમલાઓની સખત શબ્દોમાં ટીકા કરી અને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ આભાર માન્યો.એસ. જયશંકરનો હસ્તક્ષેપ: વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અને ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિડેઓન સાર સાથે સીધી વાત કરી છે. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા અને ભારતીય નાગરિકોના હિતોનું ધ્યાન રાખવા તાકીદ કરી છે.
- Advertisement -
- Advertisement -