“તિલક પાછળ તૃષ્ણા: કોટેશ્વરના સ્વામીની ‘હોટલ લીલા’, ભગવો ઉતારી પેન્ટ-શર્ટમાં રંગરેલિયા!
ધર્મના ઓથે ચાલતા અધર્મનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાય સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.અમદાવાદના પ્રતિષ્ઠિત કોટેશ્વર ગુરુકુળના મુખ્ય ગાદીપતિ સ્વામી રામકૃષ્ણ દાસ એક મહિલા સાથે શહેરની જાણીતી હોટલમાં રંગરેલિયા મનાવતા હોવાનો દાવો કરાયો છે. ભગવા વસ્ત્રો પાછળ છુપાયેલો આ ‘કામલીલા’નો ચહેરો સામે આવતા ભક્તોની આસ્થાને ઊંડો આઘાત લાગ્યો છે.
પેન્ટ-ટીશર્ટમાં ‘સાહેબ’ બનીને ફરતા સ્વામી
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જે સ્વામી મંદિરમાં કંઠી અને તિલક સાથે જ્ઞાનની વાતો કરતા હતા.. તે હોટલમાં ઓળખ છુપાવવા માટે પેન્ટ અને ટીશર્ટ પહેરીને ફરતા હતા.સંતની મર્યાદા નેવે મૂકીને હોટલના બંધ બારણે મહિલા સાથે સમય વિતાવતા આ સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે.
મંદિર ટ્રસ્ટની કાર્યવાહી કે મામલો દબાવવાની કોશિશ?
આ ઘટનાના પુરાવાઓ સામે આવતા જ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ:ટ્રસ્ટે તાત્કાલિક અસરથી સ્વામી રામકૃષ્ણ દાસને પદભ્રષ્ટ કરી ગુરુકુળમાંથી કાઢી મૂક્યા છે.મંદિર પક્ષ એવો દાવો કરી રહ્યો છે કે સ્વામીએ જાતે જ મંદિર છોડ્યું છે.બીજી તરફ, ચર્ચા એવી પણ છે કે સંસ્થાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ સમગ્ર મામલાને રફેદફે કરવાના અને દબાવવાના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે.
ભક્તોમાં ભારે રોષ
કોટેશ્વર ગુરુકુળ જેવા પવિત્ર શૈક્ષણિક અને ધાર્મિક ધામના મુખ્ય હોદ્દેદાર જ્યારે આવા અનૈતિક કૃત્યમાં પકડાય ત્યારે સમાજમાં કેવો સંદેશ જાય? તેવો પ્રશ્ન ઉઠાવી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું આજના સાધુઓ માટે ભગવો માત્ર એક દેખાવ છે?ધર્મના નામે ધતિંગ કરતા આવા તત્વોને કારણે સાચા સંતોની ગરિમા પણ જોખમાય છે. હાલ તો રામકૃષ્ણ દાસ સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.. પરંતુ આ ઘટનાએ ધાર્મિક જગતમાં ભૂકંપ લાવી દીધો છે.
- Advertisement -
- Advertisement -