રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ..સાત લોકોનાં થયાં મોત
રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ થતા તેમાં સાત લોકોનાં મોત થયા હતા..એક દર્દીને રાંચીથી દિલ્હી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝારખંડના ચતરામાં આ અકસ્માત થયો હતો.એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ બપોરે 1:37 વાગ્યે રવાના થઈ હતી.ફ્લાઇટનો દિલ્હીમાં આગમનનો સમય 4:30 વાગ્યે હતો. એર એમ્બ્યુલન્સમાં સારવાર લઈ રહેલા દર્દીનું મૃત્યુ થયું..દર્દીની ઓળખ 41 વર્ષીય સંજય કુમાર તરીકે થઈ..જેને દાઝી જવાથી ઈજા થઈ હતી.અકસ્માતની માહિતી મળતાં ચતરા જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.રાજ્ય સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરશે..
અકસ્માતની જાણ થતાં જ ચતરા જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.ચતરા પોલીસ અધિક્ષક સુમિત અગ્રવાલે જણાવ્યું કે,ગ્રામજનોએ વિમાન દુર્ઘટનાની જાણ કરી હતી.રાજ્ય સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે તૈયારીઓ શરૂ કરી છે.અકસ્માતનું કારણ નક્કી કરવા માટે ટેકનિકલ તપાસ કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -