ઇરાન સરકારે સ્વીકાર્યું…વિરોધ પ્રદર્શનોમાં 5,000થી વધુ લોકોનાં મોત,,500 સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ.
ઈરાનમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો અંગે નોંધપાત્ર માહિતી બહાર આવી છે.એક ઈરાની અધિકારીએ જણાવ્યું કે,સરકારે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5,૦૦૦ લોકોના મોતની પુષ્ટિ કરી છે.જેમાં આશરે 500 સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.અધિકારીએ જણાવ્યું કે, આ મૃત્યુ માટે આતંકવાદીઓ અને સશસ્ત્ર તોફાનીઓ જવાબદાર છે. જેમણે ઘણા નિર્દોષ ઈરાની નાગરિકોનો ભોગ લીધો હતો..
સુરક્ષાના કારણોસર નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું કે સૌથી વધુ હિંસા અને મૃત્યુ ઉત્તરપશ્ચિમ ઈરાનના કુર્દિશ વિસ્તારોમાં થયા છે.આ પ્રદેશ અગાઉ અશાંતિ માટે જાણીતો રહ્યો છે..જ્યાં કુર્દિશ અલગતાવાદી જૂથો સક્રિય છે.તાજેતરના વર્ષોમાં જ્યારે પણ મોટા વિરોધ પ્રદર્શનો થયા છે..ત્યારે અથડામણો સૌથી હિંસક રહી છે.
મૃત્યુઆંક શું વધી શકે છે?
ઈરાની અધિકારીએ કહ્યું કે મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નથી.તેમણે આરોપ લગાવ્યો હતો કે રસ્તા પર ઉતરનારાઓને ઇઝરાયલ અને વિદેશમાં સશસ્ત્ર જૂથો તરફથી સમર્થન અને શસ્ત્રો મળ્યા છે.ઈરાની સરકારે ઘણીવાર દેશમાં અશાંતિ માટે વિદેશી દળોને દોષી ઠેરવ્યા છે. ઈરાનનો દાવો છે કે આવી પ્રવૃત્તિઓ પાછળ તેનો કટ્ટર દુશ્મન ઈઝરાયલનો હાથ છે.ગયા વર્ષે જૂનમાં ઈરાન પર લશ્કરી હુમલાઓ પણ કર્યા હતા.
શું કહેવું છે યુએસ સંસ્થાનું ?
બીજી બાજુ યુએસ સ્થિત માનવાધિકાર સંગઠન HRANA એ શનિવારે જણાવ્યું કે, તેનો અંદાજ છે કે અત્યાર સુધીમાં 3,308 લોકો મૃત્યુ પામ્યા છે. અને 4,382 કેસોની તપાસ હજુ પણ ચાલી રહી છે. HRANA નો દાવો છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન 24,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી..નોર્વે સ્થિત ઈરાની કુર્દિશ માનવાધિકાર સંગઠન હેંગાવે અહેવાલ આપ્યો છે કે ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સૌથી વધુ હિંસક અથડામણો ઉત્તરપશ્ચિમના કુર્દિશ વિસ્તારોમાં થઈ હતી.
ઈરાનમાં 19 દિવસના વિરોધ પ્રદર્શન પછી પરિસ્થિતિ હવે શાંત હોવાનું જાણવા મળે છે. 19 દિવસના હિંસક વિરોધ પ્રદર્શનોથી નોંધપાત્ર નુકસાન થયું છે.30 પ્રાંતોમાં લગભગ 250 મસ્જિદો અને 20 ધાર્મિક કેન્દ્રોને નુકસાન થયું હતું.182 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના સાધનો સહિત 5.3 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. 317 બેંક શાખાઓ સંપૂર્ણપણે નાશ પામી હતી.4,700 બેંકોને 10ટકા થી 90 ટકા સુધી નુકસાન થયું હતું..1,400 એટીએમને નુકસાન થયું હતું. જેમાં 250 સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા.વીજળી ક્ષેત્રને 6.6 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને પણ ભારે અસર થઈ હતી.265 શાળાઓ અને શૈક્ષણિક કેન્દ્રો, 3 મુખ્ય પુસ્તકાલયો, 8 સાંસ્કૃતિક અને પર્યટન સ્થળો અને 4 સિનેમાઘરોને નુકસાન થયું હતું.
- Advertisement -
- Advertisement -