22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

અભિનેતા વિજયને CBI દ્વારા સમન્સ; રેલીમાં 36 લોકોનાં થયાં હતાં મોત


દક્ષિણ અભિનેતા થલાપતિ વિજયે તમિલનાડુના કરુરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. જ્યાં ભાગદોડ થઈ હતી. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 36 લોકોનાં મોત થયાં હતા.જો કે ,આ કેસમાં એક નવી અપડેટ સામે આવી છે.. જેમાં જણાવાયું છે કે,સીબીઆઈ દ્વારા નાસભાગના સંદર્ભમાં અભિનેતાને સમન્સ મોકલવામાં આવ્યા છે.

TVK ના સ્થાપક અભિનેતા વિજયને કરુર ભાગદોડ કેસમાં 12 જાન્યુઆરીએ હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. CBI એ આ સમન્સ જારી કર્યું છે.27 સપ્ટેમ્બર 2025 ના રોજ કરુર જિલ્લાના વેલુસ્વામીપુરમમાં TVK રાજકીય રેલી દરમિયાન ભાગદોડ થઈ હતી. જે જીવલેણ બની હતી.આ ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યો હતો.અને ડઝનેક ઘાયલ થયા હતા.

તમિલનાડુ સરકાર CBI તપાસની વિરુદ્ધ હતી

તમિલનાડુ સરકારે આ ઘટનાની CBI તપાસનો વિરોધ કર્યો અને તપાસ માટે SIT ટીમની રચના કરી.રાજ્યએ કોર્ટમાં દલીલ કરી કે SIT ઘટનાની તપાસ કરવા માટે પૂરતી અને સારી સ્થિતિમાં છે. રાજ્યએ જણાવ્યું કે,કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે.સુપ્રીમ કોર્ટે બાદમાં તપાસ CBIને સોંપી..કોર્ટ માને છે કે કરુર ભાગદોડથી રાષ્ટ્રના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે.

થલાપતિ વિજયે દુઃખ વ્યક્ત કર્યું

થલાપતિ વિજયે બાદમાં કરુર ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું.તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી.. જેમાં લખ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે.તેમણે લખ્યું કે આ દુર્ઘટનાએ તેમનું હૃદય તોડી નાખ્યું છે. અને તેઓ પીડામાં છે.તેમણે લખ્યું કે તેમના દુ:ખને શબ્દોમાં વ્યક્ત કરી શકાતા નથી.તેમણે જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી.તેમણે સારવાર હેઠળ રહેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

36 મૃતકોમાં 8 બાળકો અને 17 મહિલાઓ હતી.

કરુર ભાગદોડ અંગે, 36 મૃત્યુ પામેલાઓમાં 8 બાળકોનો સમાવેશ થાય છે, તેમજ રેલી દરમિયાન જીવ ગુમાવનારા 16 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -