22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

PM મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળતાં કહ્યું, “આ મારા માટે એક વિશેષ સન્માન છે.”


ઇથોપિયાએ વડાપ્રધાન મોદીને તેના સર્વોચ્ચ સન્માન – ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાથી સન્માનિત કર્યા.ઇથોપિયાએ પીએમ મોદીનું સન્માન કરવામાં જૂની પરંપરાઓ તોડી. પીએમ મોદી ઇથોપિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થનારા પ્રથમ વિદેશી રાષ્ટ્રપ્રમુખ છે. તેઓ વિશ્વનો 25મો દેશ છે જેમને આ સર્વોચ્ચ સન્માન મળ્યું છે. મોદી પહેલા કોઈ પણ ભારતીય વડાપ્રધાનને આટલું ઉચ્ચ સન્માન મળ્યું નથી.એડિસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું.વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે, “ભારત-ઇથોપિયા ભાગીદારીને મજબૂત બનાવવામાં તેમના અસાધારણ યોગદાન અને વૈશ્વિક રાજનેતા તરીકે તેમના દૂરંદેશી નેતૃત્વ માટે વડા પ્રધાનને સન્માનિત કરવામાં આવ્યા છે.”

સન્માનિત થતાં પીએમ મોદીએ કહ્યું, “આ મારા માટે એક વિશેષ સન્માન છે.”

જોર્ડનની મુલાકાત પૂર્ણ કર્યા પછી મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયા પહોંચ્યા હતા.. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇથોપિયાના વડાપ્રધાન અબીય અહેમદ અલી સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીએ ઇથોપિયાના વડાપ્રધાન અહેમદ અલીને પોતાના ભાઈ અને મિત્ર ગણાવ્યા હતા.ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કર્યા બાદ, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ઇથોપિયાની આ મહાન ભૂમિમાં તમારા બધા વચ્ચે હોવું મારા માટે સૌભાગ્યની વાત છે. હું આજે બપોરે ઇથોપિયા પહોંચ્યો હતો..મને લોકો સાથે ખૂબ જ હૂંફ અને પરિચિતતાનો અનુભવ થયો. પ્રધાનમંત્રી અલીએ એરપોર્ટ પર મારું સ્વાગત કર્યું અને મને ફ્રેન્ડશીપ પાર્ક અને સાયન્સ મ્યુઝિયમ લઈ ગયા. જ્યાં મેં નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.”

આતંકવાદ સામેની લડાઈમાં મળેલા સમર્થનની પ્રશંસા કરી

ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલી સાથેની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, “હું ઇથોપિયાની મુલાકાત લઈને ખૂબ જ ખુશ છું.આ મારી ઇથોપિયાની પહેલી મુલાકાત છે. પરંતુ જે ક્ષણે મેં અહીં પગ મૂક્યો, તે ક્ષણે મને પોતાનું અને આત્મીયતાની ઊંડી લાગણી અનુભવાઈ.” પીએમ મોદીએ કહ્યું, “પહલગામ આતંકવાદી હુમલા પર તમારી સહાનુભૂતિ અને આતંકવાદ સામેની લડાઈમાં તમારા સમર્થન બદલ અમે આભારી છીએ.આતંકવાદ સામેની લડાઈમાં મિત્ર દેશોનો ટેકો અમારા માટે ઘણો અર્થ ધરાવે છે.”

પીએમ મોદીએ કહ્યું, “ભવિષ્યની અપાર સંભાવનાઓને સાકાર કરવા માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવશે.”આજે આપણને આપણા સહયોગના મુખ્ય પાસાઓ, જેમ કે અર્થતંત્ર, નવીનતા, ટેકનોલોજી, સંરક્ષણ, આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને બહુપક્ષીય સહયોગ પર ચર્ચા કરવાની તક મળી.મને ખુશી છે કે આજે આપણે ભારતમાં ઇથોપિયન વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બમણી કરવાનો નિર્ણય લીધો છે.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -