છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 9,00,000 ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો – વિદેશ મંત્રાલય
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 9,00,000 ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો.ગુરુવારે સંસદમાં આ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે વિદેશી નાગરિકતા અપનાવવાનું આ વલણ સતત વધી રહ્યું છે.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું કે, સરકાર ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોના વર્ષવાર રેકોર્ડ રાખે છે.સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.એવું નોંધાયું હતું કે 2020 માં 85,256 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો; 2021 માં 1,63,370; 2022 માં 2,25,620; 2023 માં 2,16,219 અને 2024 માં 206,378 વધુમાં, 2011થી 2019 ની વચ્ચે 11,89,194 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો.આ સમયગાળા દરમિયાન 2011 માં 1,22,819 લોકોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો; 2012 માં 1,20,923; 2013 માં 1,31,405; 2014માં 1,29,328; 2015 માં 1,31,489; 2016 માં 1,41,603; 2017માં 1,33,049;2018 માં 1,34,561 અને 2019 માં 1,44,017 લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી..
- Advertisement -
- Advertisement -