થાઈલેન્ડની કમ્બોડિયા પર એરસ્ટ્રાઇક, 5નાં મોત: પ્રાચીન શિવ મંદિરને લઈને વિવાદ
થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ફરી એકવાર હિંસા ભડકી ગઈ છે.મીડિયા રિપોર્ટ મુજબ થાઈલેન્ડે F-16 ફાઇટર જેટથી કમ્બોડિયામાં એક કેસિનો પર એરસ્ટ્રાઇક કરી.થાઈ સેનાનો આરોપ છે કે આ કેસિનો ખરેખર કમ્બોડિયન સૈનિકોનો બેઝ બની ગયો હતો..જ્યાં ભારે શસ્ત્રો અને ડ્રોન રાખવામાં આવી રહ્યા હતા.આ ઉપરાંત કમ્બોડિયા પોતાની સેનાને નવી જગ્યાઓ પર તૈનાત કરી રહ્યું હતું. આ જ કારણોસર તેને હવાઈ હુમલો કરવો પડ્યો. રિપોર્ટ્સ અનુસાર બંને સેનાના ગોળીબારમાં અત્યાર સુધીમાં 4 કમ્બોડિયન નાગરિકો અને 1 થાઈ સૈનિક માર્યો ગયો છે.બંને દેશો વચ્ચે મે મહિનામાં પાંચ દિવસ સુધી લડાઈ ચાલી હતી. જેમાં 30થી વધુ લોકો માર્યા ગયા હતા.ત્યારબાદ ઓક્ટોબરમાં બંને દેશોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં શાંતિ કરાર કર્યો હતો. થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે લાંબા સમયથી પ્રિહ વિહિયર અને તા મુએન થોમ જેવા પ્રાચીન શિવ મંદિરોને લઈને સરહદી વિવાદ છે.આ મંદિરો બંને દેશોની સરહદની બિલકુલ નજીક આવેલા છે.. અને આસપાસની જમીન પર બંને દેશો પોતાનો દાવો કરે છે.
કમ્બોડિયા બોલ્યું- થાઈ સેના ઉશ્કેરણીજનક હરકતો કરી રહી છે
કમ્બોડિયાએ થાઈલેન્ડના આરોપોને ખોટા ગણાવ્યા છે.તેનું કહેવું છે કે તેણે કોઈ હુમલો કર્યો નથી અને તે તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે.પરંતુ થાઈ સેના ઘણા દિવસોથી ઉશ્કેરણીજનક હરકતો કરી રહી છે.આ લડાઈને કારણે સરહદની નજીક રહેતા થાઈલેન્ડના અનેક લોકોને પોતાના ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે.થાઈ સરકારનું કહેવું છે કે, તેણે લગભગ 70% નાગરિકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડી દીધા છે.આ દરમિયાન એક નાગરિકનું મોત પણ થયું છે..પરંતુ સરકારનું કહેવું છે કે તેનું મોત બીમારીને કારણે થયું છે.ત્રણ નાગરિકો પણ થાઈ ફાયરિંગમાં ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ દરમિયાન, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે વધતી લડાઈ પર ગહન ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ અથડામણો તે મહેનતને બરબાદ કરી શકે છે.જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો થોડા સ્થિર થયા હતા.
કમ્બોડિયા અને થાઈલેન્ડ વચ્ચે શું છે વિવાદ ?
થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેનો સરહદ વિવાદ 118 વર્ષ જૂનો છે.તેનું કેન્દ્ર પ્રિહ વિહાર અને તા મુએન થોમ જેવા પ્રાચીન મંદિરો છે.જે બંને દેશોની સરહદની ખૂબ નજીક આવેલા છે.1907માં, જ્યારે કમ્બોડિયા ફ્રાન્સના તાબા હેઠળ હતું.ત્યારે બંને દેશો વચ્ચે 817 કિલોમીટર લાંબી સરહદ નક્કી કરવામાં આવી હતી.થાઈલેન્ડે તેનો વિરોધ કર્યો, કારણ કે નકશામાં પ્રિહ વિહાર મંદિર કમ્બોડિયાના ભાગમાં દર્શાવવામાં આવ્યું હતું.જ્યારે તા મુએન થોમ મંદિરને થાઈલેન્ડમાં દર્શાવવામાં આવ્યું.જેને કમ્બોડિયા પોતાનું માને છે.આ વિવાદ 1959માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય સુધી પહોંચ્યો.1962માં કોર્ટે પ્રિહ વિહાર મંદિરને કમ્બોડિયાનો ભાગ માન્યો. થાઈલેન્ડે આ નિર્ણય સ્વીકાર્યો, પરંતુ આસપાસની જમીન પર દાવો આજે પણ ચાલુ છે.ઐતિહાસિક રીતે પણ ખ્મેર સામ્રાજ્ય (કમ્બોડિયા) અને સિયામ સામ્રાજ્ય (થાઈલેન્ડ) વચ્ચે સરહદો અને પ્રભાવ ક્ષેત્રને લઈને સંઘર્ષ લાંબા સમય સુધી ચાલતો રહ્યો છે.. જેની અસર આજ સુધી દેખાય છે.
- Advertisement -
- Advertisement -