30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ઉત્તર ગોવામાં એક નાઇટક્લબમાં આગ લાગી, 23 કર્મચારીઓના મોત; પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો


ઉત્તર ગોવાના અરપોરા ગામમાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે સિલિન્ડર વિસ્ફોટને કારણે ભીષણ આગ લાગી હતી.. જેમાં ઓછામાં ઓછા 23 કર્મચારીઓના મોત થયા હતા.ઘણા લોકો ઘાયલ થયા હતા.ડીજીપીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 23 મૃતદેહો મળી આવ્યા.બધા મૃતકો ક્લબના કર્મચારીઓ હતા.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, આ અકસ્માત અત્યંત દુ:ખદ હતો.તેમના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો સાથે તેમની સંવેદના છે.પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમણે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાત કરી છે..રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી.

સીએમ સાવંત ઘટનાસ્થળની કરી મુલાકાત

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોબોએ જણાવ્યું કે અત્યાર સુધી કોઈ પ્રવાસી જાનહાનિના અહેવાલ નથી. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવા અને વધુ તપાસ કરવા માટે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગોવા જેવા પ્રવાસી રાજ્ય માટે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે 23 લોકોના જીવ લેનારી આગ, નિયમોની અવગણના કરનારા અને ગેરકાયદેસર રીતે આવા સ્થળોનું સંચાલન કરનારાઓના કારણે લાગી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે સરકાર ઘટનાની તપાસ કરશે.આ અકસ્માત માટે જવાબદાર લોકો પર શક્ય તેટલી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -