27 C
Ahmedabad
Saturday, April 18, 2026

ભારતના સૌથી સુંદર સ્થળે સ્થાપિત થઈ દુનિયાની સૌથી ઊંચી શ્રી રામ પ્રતિમા, શ્રદ્ધાળુઓ થઈ રહ્યા છે અભિભૂત


જો તમે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હોવ અને તેમની ભવ્ય પ્રતિમાના દર્શન કરવા માંગતા હોવ, તો ગોવાની યાત્રા ચોક્કસ કરવી જોઈએ. દક્ષિણ ગોવાના પર્તગાલી સ્થિત ગોકર્ણ જીવોત્થમ મઠ પરિસરમાં તાજેતરમાં ભગવાન શ્રી રામની દેશની સૌથી ઊંચી ૭૭ ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

રામ સુતાર દ્વારા ડિઝાઇન કરાયેલી ભવ્ય પ્રતિમા

આ અદ્ભુત પ્રતિમા તેની ભવ્ય કલા, સૂક્ષ્મ નકશીકામ અને ધાર્મિક મહત્ત્વને કારણે શ્રદ્ધાળુઓ વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.તેની ઊંચાઈ અને આકર્ષક આભા તેને એક નવા તીર્થ સ્થળ તરીકે સ્થાપિત કરી રહી છે. જ્યાં દૂર-દૂરથી ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે.

ભગવાન શ્રી રામની આ પ્રતિમાનું અનાવરણ 28 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. તેને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારે ડિઝાઇન કરી છે. જેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ બનાવ્યું હતું.કાંસ્ય ધાતુમાંથી નિર્મિત આ દિવ્ય અને આકર્ષક પ્રતિમા દર્શન કરનારાઓને વિશેષ આધ્યાત્મિક અનુભવ કરાવે છે.

મઠ પરિસર: શાંતિ અને આસ્થાનું કેન્દ્ર

મઠ પરિસરમાં સ્થિત આ પ્રતિમા ભક્તોને શાંતિ, અધ્યાત્મ અને શક્તિનો અનોખો અનુભવ કરાવે છે. આસપાસનું રમણીય પ્રાકૃતિક વાતાવરણ, નદીનો શાંત કિનારો અને મઠની આસ્થાથી ભરેલી ઊર્જા તેને એક પવિત્ર દર્શન સ્થળ બનાવે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે અને તેને ભગવાન શ્રી રામના દિવ્ય દર્શન માટેનું વિશેષ સ્થાન માની રહ્યા છે.

મઠ સુધી કેવી રીતે પહોંચવું?

ગોવાની રાજધાની પણજીથી પર્તગાલી મઠ લગભગ 65 કિલોમીટર દૂર સ્થિત છે. સૌથી નજીકનું એરપોર્ટ ડાબોલિમ છે..જ્યાંથી ટેક્સી કે કાર દ્વારા 1.5 થી 2 કલાકમાં મઠ પહોંચી શકાય છે.નજીકના મડગાંવ રેલવે સ્ટેશનથી પણ શ્રદ્ધાળુઓ ટેક્સી અથવા ઓટો લઈને સરળતાથી અહીં પહોંચી શકે છે.આ ઉપરાંત મઠની નજીક સ્થાનિક બસ સેવા પણ ઉપલબ્ધ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -