ગાંધીનગર બાર એસોસીએશનની 19મી ડિસેમ્બરે ચૂંટણી: 350થી વધુ વકીલો કરશે મતદાન
ગાંધીનગર ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનના વર્ષ 2026માટેના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયાએ ગતિ પકડી છે.પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી (મહિલા અનામત) સહિતના હોદ્દાઓ માટે ફોર્મ મેળવવાનો આવતીકાલે 3જી ડિસેમ્બર છેલ્લો દિવસ છે. જ્યારે 5મી ડિસેમ્બર ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ છે.
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી આ ચૂંટણી માટે એડવોકેટ ધવલ એ.મહેતાને મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરાયા છે.અત્યાર સુધીમાં 1લી ડિસેમ્બરથી શરૂ થયેલી ફોર્મ વિતરણ પ્રક્રિયામાં 19 ફોર્મ લઈ જવામાં આવ્યા છે.ફોર્મની ચકાસણી 8મી ડિસેમ્બરના રોજ થશે.ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 9મી ડિસેમ્બર છે.
ઉમેદવારોની આખરી યાદી 10મી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરાશે.આ ચૂંટણીમાં 19મી ડિસેમ્બરે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.જેમાં બાર એસોસિએશનના 350થી વધુ નોંધાયેલા સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી અને નવા હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -