26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

‘સત્તા’ નહીં, ‘સેવા’નું પ્રતીક બન્યું પીએમઓ, સેવા તીર્થ અપાયું નવું નામ


નરેન્દ્ર મોદી સરકાર વહીવટી માળખાને એક નવો ચહેરો આપી રહી છે. જેનો મુખ્ય હેતુ સત્તા કરતાં સેવા અને અધિકાર કરતાં જવાબદારી પર ભાર મૂકવાનો છે. આ પરિવર્તનની શરૂઆત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં થઈ છે.અહીં બની રહેલા નવા વડાપ્રધાન કાર્યાલય (PMO)ને ‘સેવા તીર્થ’ નામ આપવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે સરકાર માત્ર શાસન માટે નહીં પણ જનતાની સેવામાં સમર્પિત છે.

સરકારે દેશના જાહેર સંસ્થાઓમાં સાંસ્કૃતિક અને નૈતિક પરિવર્તન લાવવાની શરૂઆત કરી છે.આ જ દિશામાં હવેથી રાજભવનો ‘લોક ભવન’ તરીકે ઓળખાશે. આ પરિવર્તનનું ધ્યેય એ સંદેશ આપવાનો છે કે શાસન એ કોઈ હક કે વિશેષાધિકાર નથી.પરંતુ એક પવિત્ર ફરજ છે.અગાઉ, રાજપથનું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ રાખવામાં આવ્યું હતું. અને વડાપ્રધાનના સત્તાવાર નિવાસનંદ નામ ‘લોક કલ્યાણ માર્ગ’ રાખવામાં આવ્યું હતું.

આ નામકરણના ફેરફારો એક ગહન વૈચારિક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. નવું સેન્ટ્રલ સેક્રેટરિયેટ પણ ‘કર્તવ્ય ભવન’ કહેવાશે.આ દર્શાવે છે કે ભારતીય લોકશાહી હવે દરજ્જા કે સત્તાના બદલે જવાબદારી અને સેવાને પ્રાથમિકતા આપી રહી છે. જ્યાં દરેક નામ અને પ્રતીક એ જ સરળ વિચાર તરફ ઈશારો કરે છે: સરકાર જનતાની સેવા માટે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -