ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન સ્મિથનું 62 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગત શોકમાં
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન સ્મિથનું 62 વર્ષની વયે અવસાન થયું.સ્મિથે 1988 થી 1996 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 62 ટેસ્ટ મેચ અને 71 વનડે રમી હતી. તેઓ 1992ના વર્લ્ડ કપમાં રનર-અપ ટીમનો ભાગ હતા.તેમના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી.આ દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક છવાઈ ગયો છે.
રોબિન સ્મિથની કારકિર્દીની વાત કરીએ તો, તેમણે 1988 થી 1996 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 62 ટેસ્ટ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 43.67 ની સરેરાશથી 4,236 રન બનાવ્યા હતા. જેમાં નવ સદીનો સમાવેશ થાય છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ સદીનો સમાવેશ થાય છે.તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર 175 હતો. જે તેમણે 1994માં વેસ્ટ ઇન્ડીઝ સામે ફટકાર્યો હતો.સ્મિથે કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી અને હેમ્પશાયરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્મિથે 2004માં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી હતી.અને ત્યારથી તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.
1993માં ઓસ્ટ્રેલિયા સામે સ્મિથે ઐતિહાસિક ઇનિંગ રમી હતી.તેણે એક વનડેમાં અણનમ 167 રન બનાવ્યા હતા. જે આ ફોર્મેટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો.સ્મિથનો રેકોર્ડ 23 વર્ષ સુધી ટકી રહ્યો હતો.તેને 2016માં એલેક્સ હેલ્સે તોડ્યો હતો. હેલ્સે 2016માં પાકિસ્તાન સામે 171 રન બનાવીને આ રેકોર્ડ તોડ્યો હતો.વનડેમાં તેણે 71 મેચની 70 ઇનિંગમાં 39.01 ની સરેરાશથી 2419 રન બનાવ્યા હતા.
- Advertisement -
- Advertisement -