ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી તારીખ 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દેશભરમાં કરવામાં આવી રહી છે.ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.


આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાની ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓની દેશભક્તિ ગીત સ્પર્ધામાં શ્રી ગાયત્રી વિધા મંદિર, લીહોડાની વિદ્યાર્થીની જાનકીબેન રણજીતસિંહ ઝાલાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.ગાંધીનગર ટાઉનહોલ ખાતે સંસદસભ્ય શ્રી નરહરિ અમીનના હસ્તે શાળાને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું.. સાથો સાથ સમગ્ર જિલ્લામાં શાળાનુ ગૌરવ વધારવા માટે સમગ્ર શાળા પરિવાર વતી અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતાં.

