31 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર : બાપુપુરાના 4 ગુજરાતીઓનું ઈરાનમાં અપહરણ,નગ્ન કરીને ઢોર માર મારતો વીડિયો વાયરલ


ગાંધીનગરના બાપુપુરા ગામના ચાર લોકોનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ થયેલા યુવકોનો માર મારતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો.

માહિતી પ્રમાણે અપહરણ કરાયેલા ચાર લોકો અજય ચૌધરી,પ્રિયા ચૌધરી,અનિલ ચૌધરી,અને નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા.જો કે તેઓને પહેલા દૂબઈ લઈ જવાયામાં આવ્યા હતાં.. ત્યારબાદ ત્યાંથી બેંકોક અને ત્યારબાદ ઈરાન પહોંચાડવામાં આવ્યા હતાં..ત્યાં જઈને અજાણ્યા લોકોએ તેમનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું

અપહરણ કરાયેલાં લોકોને ઢોર માર મારવામાં આવ્યો હતો.આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલે તાત્કાલિક પગલાં લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.. અને ભારત સરકાર દ્વારા ઈરાન સરકાર સાથે સંકલન કરી ચારેયને સુરક્ષિત રીતે પરત લાવવા માંગ કરી હતી..

મળતી માહિતી મુજબ બેંગકોક, દુબઈ થઈને ચારેય જણા તહેરાન ગયા હતા. તહેરાનના ઈમામ ખૌમોનીની એરપોર્ટ પરથી તમામ લોકોનું અપરહણ કરવામાં આવ્યું..તેમજ યુવકના પરિવારજનો પાસે બે કરોડની ખંડણીની માંગણી કરી હતી.ત્યારબાદ બાદ યુવકોને માર મારતો વીડિયો વોટ્પએપ કર્યો હતો. તેમજ પીડિતના પરિવાર પાસે પૈસાની માંગણી કરી હતી. જે બાદ પીડીતના પરિવાર દ્વારા 50 લાખ રૂપિયા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે ધારાસભ્યએ ભારત સરકારને પત્ર પણ લખ્યો હતો.

અપહરણ કરાયેલા લોકોને મોઢા પર બાંધીને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -