કેન્દ્ર સરકારે ઘઉં માટે MSPમાં પ્રતિ ક્વિન્ટલ ₹160 નો વધારો કર્યો

કેન્દ્ર સરકારે બુધવારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઘઉં માટે MSP માં પ્રતિ ક્વિન્ટલ ₹160 નો વધારો કરીને ₹2,585 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે.સરકાર 2026-27 રવિ સિઝનમાં 29.7 મિલિયન મેટ્રિક ટન ઘઉં ખરીદવાની અપેક્ષા રાખે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે,”રવી સિઝન માટે MSP માં વધારાથી આપણા ખેડૂત ભાઈઓની મહેનતનું કુલ ₹84,263 કરોડ રૂપિયાનું વળતર મળશે. 2026-27 રવિ સિઝન દરમિયાન અંદાજિત ખરીદી 29.7 મિલિયન મેટ્રિક ટન થવાની ધારણા છે.પ્રસ્તાવિત MSP પર ખેડૂતોને ચૂકવવાની રકમ ₹84,263 કરોડ રૂપિયા છે.”
કેબિનેટના નિર્ણયો અંગે પત્રકારોને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે,”રવી સિઝન માટે MSP વધારવાના નિર્ણયથી આપણા ખેડૂતોને તેમની મહેનતનો ફાયદો થશે.””CACP ની ભલામણોના આધારે, છ મુખ્ય રવિ પાક માટે MSP મંજૂર કરવામાં આવ્યા છે: ઘઉં, જવ,ચણા, મસૂર, રેપસીડ, સરસવ અને સૂર્યમુખી. આ નીતિ ખાતરી કરે છે કે દરેક પાક માટે MSP ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછું 50 ટકા માર્જિન પૂરું પાડે છે.”
પીએમ મોદીની પ્રતિક્રિયા
રવી પાક માટે MSPમાં વધારા પર પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રી મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું: “વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આપણા ખેડૂતોનું કલ્યાણ અમારી સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે.આ હેતુ માટે, રવી પાક માટે MSP વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ આપણી ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે અને આપણા ખેડૂત ભાઈ-બહેનોને લાભ આપશે.”
- Advertisement -
- Advertisement -