અભિજોતસિંહ પંજાબનો રહેવાસી હતો. અને નેફ્રોટિક સિન્ડ્રોમ, કિડનીની ગંભીર બીમારી સામે લડી રહ્યો હતો.સોનુ સૂદે અભિજોતના પરિવારને ખૂબ જ ટેકો આપ્યો હતો.પરંતુ કમનસીબે અભિજોત હવે આપણી વચ્ચે નથી.
સોનુ સૂદની પોસ્ટ
સોનુ સૂદે ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલમાં અભિજોતનો ફોટો શેર કર્યો અને કેપ્શન આપ્યું, “અભિજોત, તેં મને તારી હિંમતથી પ્રેરણા આપી.આજે હું તને વિદાય આપું છું. પણ હું હંમેશા તારા પરિવાર સાથે રહીશ. તારા આત્માને શાંતિ મળે, નાનકડા દેવદૂત.”
અભિજોત સિંહ વિશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિજોતને સારવાર માટે દર બે મહિને અમૃતસરથી ચંદીગઢની PGIMER હોસ્પિટલમાં જવું પડતું હતું.. જેનો ખર્ચ આશરે ₹45,000 હતો.પંજાબમાં તાજેતરના પૂરે તેના પરિવારની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો.પૂરે તેમના ખેતરો અને પાકનો નાશ કર્યો હતો..જે તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત હતો.ગામમાં એટલું બધું પાણીથી ભરાઈ ગયું હતું કે, જરૂરી ચીજવસ્તુઓ પણ તરીને લાવવી પડતી હતી.
સોનુ સૂદ પરિવારનો સહારો બન્યો.
સોનુ સૂદે અભિજોતના પરિવારને આર્થિક સહાય પૂરી પાડી. સોનુ સૂદ અભિજોત અને તેના પરિવારને પણ મળ્યા હતુ.અભિજોતના પિતા જસબીર સિંહે સમજાવ્યું કે તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને તેને 18 વર્ષની ઉંમર સુધી નિયમિત સારવારની જરૂર હતી. ડોક્ટરોએ કહ્યું કે યોગ્ય સારવારથી અભિજોત આ રોગને દૂર કરી શક્યો હોત અને લાંબુ જીવન જીવી શક્યો હોત. જોકે, પૂરને કારણે દવા મેળવવામાં મુશ્કેલી પડી હતી.
જો તમને આ સ્ટોરી ગમી હોય, તો કૃપા કરીને તેને શેર કરો. આવી વધુ સ્ટોરી જ માટે ગાંધીનગર એક્સપ્રેસ સાથે જોડાયેલા રહો.


