માનહાનિના કેસોને ફોજદારી શ્રેણીમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે: સુપ્રીમ કોર્ટ
સોમવારે માનહાનિના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું..ધ વાયર મીડિયા આઉટલેટ સાથે સંકળાયેલા કેસને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,માનહાનિના કેસોને ફોજદારી શ્રેણીમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે.અગાઉ, 2016 ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ફોજદારી માનહાનિ કાયદાઓની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું.કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રતિષ્ઠાનો અધિકાર બંધારણની કલમ 21 હેઠળ જીવન અને ગૌરવના મૂળભૂત અધિકારમાં આવે છે. હવે, કોર્ટે એક અલગ અવલોકન કર્યું છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના પ્રોફેસર દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં ન્યૂઝ આઉટલેટ ધ વાયરને જારી કરાયેલા સમન્સને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ આ કેસ ધ વાયરના એક સમાચાર અહેવાલમાંથી ઉદ્ભવ્યો છે. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પ્રોફેસર અમિતા સિંહ JNU શિક્ષકોના એક જૂથના વડા હતા જેમણે JNU ને “સંગઠિત સેક્સ રેકેટનો અડ્ડો” ગણાવતો 200 પાનાનો ડોઝિયર તૈયાર કર્યો હતો.તેમાં JNU ના કેટલાક શિક્ષકો પર ભારતમાં અલગતાવાદી ચળવળોને કાયદેસર બનાવીને JNU માં અધોગતિશીલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ધ વાયરના લેખ મુજબ, અમિતાસિંહ ડોઝિયર તૈયાર કરનારા શિક્ષકોના જૂથના વડા હતા.અહેવાલ બાદ, સિંહે 2016 માં ધ વાયર અને તેના રિપોર્ટર સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો. ફેબ્રુઆરી 2017 માં એક મેજિસ્ટ્રેટે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલને સમન્સ જારી કર્યા. દિલ્હી હાઈકોર્ટે સમન્સના આદેશને સમર્થન આપ્યું, જેના કારણે ધ વાયર સુપ્રીમ કોર્ટમાં ગયુ હતું.
સોમવારની સુનાવણી દરમિયાન, જસ્ટિસ એમએમ સુંદરેશે કહ્યું, “મને લાગે છે કે આ બધાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે.” ધ વાયરનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટના અવલોકન સાથે સંમત થયા અને કહ્યું કે કાયદામાં સુધારાની જરૂર છે.
એ નોંધવું જોઈએ કે ભારતીય દંડ સંહિતાની કલમ 356 હેઠળ ભારતમાં બદનક્ષી એક ફોજદારી ગુનો છે.ભારત વિશ્વના એવા થોડા દેશોમાંનો એક છે જ્યાં બદનક્ષીને ગુનાહિત ગણવામાં આવે છે. 2016 ની શરૂઆતમાં, સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારત સંઘના કેસમાં, સુપ્રીમ કોર્ટે ફોજદારી માનહાનિની બંધારણીયતાને સમર્થન આપ્યું હતું. અને કહ્યું હતું કે તે કલમ 19 હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વાજબી પ્રતિબંધ તરીકે કાર્ય કરે છે. અને જીવન અને સ્વતંત્રતાના અધિકારનો મૂળભૂત ભાગ છે.
- Advertisement -
- Advertisement -