સીપી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા.
NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. સીપી રાધાકૃષ્ણનને કુલ 452 મત મળ્યા.વિપક્ષી ગઠબંધન ભારતના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. રાધાકૃષ્ણન 152 મતોના માર્જિનથી જીત્યા હતાં. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ,બી.સુદર્શન રેબીડ્ડીએ કહ્યું, હું નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને તેમના કાર્યકાળની શરૂઆત માટે શુભકામનાઓ પાઠવું છું. જોકે પરિણામ મારા પક્ષમાં નથી, પરંતુ.વૈચારિક લડાઈ વધુ જોશથી ચાલુ રહેશે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 98 ટકા મતદાન નોંધાયું હતુંમતદાન સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થયાના એક કલાક પછી, છ વાગ્યે મત ગણતરી શરૂ થઈ. મત ગણતરી પૂર્ણ થયા પછી, આજે મોડી સાંજે પરિણામો જાહેર કરવામાં આવ્યા. જેમાં NDA ઉમેદવારને કુલ 452 મત મળ્યા. જ્યારે વિપક્ષી ઉમેદવારને 300 મત મળ્યા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 767 મત પડ્યા. જેમાંથી 752 માન્ય અને 15 અમાન્ય હતા.
- Advertisement -
- Advertisement -