અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
રાજ્યના 10 જિલ્લાઓમાં હવામાન વિભાગે શનિવાર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 11 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
તારીખ 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 % સરેરાશ વરસાદ વરસ્યો છે.
- Advertisement -
- Advertisement -