26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ટીમ ઇન્ડિયાએ ઓવલ ખાતે હારી ગયેલી મેચ જીતી લીધી


ભારતે ઓવલ ટેસ્ટ 6 રનથી જીતી લીધી છે..પાંચમા દિવસે યજમાન ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રન બનાવવાના હતા. પરંતુ તેઓ ફક્ત 28 રન બનાવી શક્યા અને 6 રનથી મેચ હારી ગયા હતાં.આ સાથે, એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2-2 થી બરાબર થઈ ગઈ છે. ઓવલ મેદાન પર ભારત દ્વારા જીતવામાં આવેલી આ ફક્ત ત્રીજી ટેસ્ટ મેચ છે. ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ ભારતની સૌથી ઓછા માર્જિનથી જીત છે.અજિત વાડેકર અને વિરાટ કોહલી પછી, શુભમન ગિલ ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઓવલ મેદાન પર ટેસ્ટ મેચ જીતી છે.

મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે, ઇંગ્લેન્ડે 106 રનના સ્કોર સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, હેરી બ્રુક અને જો રૂટે 195 રનની ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધારી દીધી, રૂટ અને બ્રુકે અનુક્રમે 105 રન અને 111 રનની ઇનિંગ રમી. 1971માં ઓવલ ખાતે ભારતે પહેલી વાર જીત મેળવી હતી, તે સમયે અજિત વાડેકર ભારતના કેપ્ટન હતા. 50 વર્ષ પછી, 2021માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું. આ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઓછા રનના માર્જિનથી ભારતની જીત છે. વરસાદથી પ્રભાવિત ઓવલ ટેસ્ટમાં ભારતનો પહેલો દાવ ફક્ત 224 રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં, ઇંગ્લેન્ડે 92 રનની ઓપનિંગ ભાગીદારી સાથે સારી શરૂઆત કરી હતી..પરંતુ આગામી 155 રનમાં, ઇંગ્લેન્ડે બધી વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ઇંગ્લેન્ડનો પહેલો દાવ 247 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. ઇંગ્લેન્ડને પહેલી દાવમાં 23 રનની થોડી પણ ખૂબ જ મહત્વપૂર્ણ લીડ મળી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા બીજી વખત બેટિંગ કરવા આવી ત્યારે પિચ પહેલા કરતા સારી થઈ ગઈ હતી. કેએલ રાહુલ અને સાઈ સુદર્શન મોટી ઇનિંગ રમી શક્યા ન હતા, પરંતુ યશસ્વી જયસ્વાલની 118 રનની સદીએ ભારતને મોટા સ્કોર તરફ આગળ વધવામાં મદદ કરી હતી. તેણે આકાશદીપ સાથે107 રનની ભાગીદારી કરી. આકાશદીપે 66 રન બનાવ્યા. ભારતનો બીજો દાવ 396 રન પર સમાપ્ત થયો, તેથી ઇંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક મળ્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -