30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

RSS એ મોદીની નિવૃત્તિનો સંકેત આપ્યો, ભાજપ માટે દલિત પીએમ મેળવવાની સુવર્ણ તક: સિદ્ધારમૈયા


કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે દાવો કર્યો હતો કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે રાજકીય નિવૃત્તિનો સંકેત આપ્યો છે.સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી માટે દલિતને આગામી વડાપ્રધાન બનાવવાની આ ‘સુવર્ણ તક’ છે.

તેઓ કર્ણાટક ભાજપના પ્રમુખ બીવાય વિજયેન્દ્રના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. જેમણે કોંગ્રેસને પછાત વર્ગો અને અનુસૂચિત જાતિ/જનજાતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરવા માટે તેના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવા પડકાર ફેંક્યો હતો.

સિદ્ધારમૈયાએ કહ્યું, “મલ્લિકાર્જુન ખડગે માત્ર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ જ નથી. પરંતુ એક આદરણીય રાજકારણી પણ છે. તેમનો ઉદય ‘દલિત કાર્ડ’ રમવાનું પરિણામ નથી. પરંતુ દાયકાઓના સમર્પણ, પ્રામાણિકતા અને જાહેર સેવાનું પરિણામ છે. તેમને ક્યારેય રાજકીય સમર્થનની જરૂર નહોતી. અને હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોંગ્રેસમાં તે અમારો પક્ષ છે જે નક્કી કરે છે કે આપણો વડા પ્રધાનપદનો ઉમેદવાર કોણ હશે, ભાજપ નહીં.”

વિજયેન્દ્રને કોંગ્રેસ પર સમય બગાડવાને બદલે પોતાના પક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરતા તેમણે એક નિવેદનમાં કહ્યું, “મોહન ભાગવતે મોદીની નિવૃત્તિનો સંકેત આપી દીધો છે. હવે તેઓ 75 વર્ષના છે. ભાજપ માટે દલિતને આગામી વડાપ્રધાન બનાવવાની આ સુવર્ણ તક છે.તેની શરૂઆત તમારાથી થવી જોઈએ.”

“બીજાઓને ઉપદેશ આપવાને બદલે તમે ભાજપને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે દલિત નેતાનું નામ કેમ નથી સૂચવતા? ભલે તે ગોવિંદ કરજોલ હોય કે ચાલાવાડી નારાયણસ્વામી (રાજ્ય ભાજપ નેતા), જો તમે તેમના નામ સૂચવો છો, તો હું તમને અભિનંદન આપનાર સૌ પ્રથમ હોઈશ,” તેમણે કહ્યું.

“પરંતુ મને કોઈ ભ્રમ નથી.દલિતો અને પછાત વર્ગો સાથે ભાજપનો વ્યવહાર હંમેશા ઉપરછલ્લો રહ્યો છે.તમારો ઇતિહાસ અને દંભ પોતે જ બોલે છે,” સિદ્ધારમૈયાએ કહ્યું હતું..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -