ઇમરાન ખાને કહ્યું -ગુલામી સ્વીકારવા કરતાં જેલના અંધારી કોટડીમાં રહેવું વધુ સારું છે; સમર્થકોને વિરોધ કરવાની કરી અપીલ

પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, તેઓ ગુલામી સ્વીકારવા કરતાં જેલના અંધારી કોટડીમાં રહેવાનું પસંદ કરશે.તેમણે પોતાના સમર્થકોને વર્તમાન શાસન સામે વિરોધ કરવાની અપીલ કરી છે.
ઇમરાન ખાને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના કાર્યકરોને મોહરમના દસમા દિવસે આશુરા પછી સરમુખત્યારશાહી શાસન સામે મજબૂત આંદોલન શરૂ કરવા કહ્યું.આ વર્ષે આશુરા 6 જુલાઈએ આવે છે.આશુરાના દિવસે પયગંબર સાહેબના પૌત્ર ઇમામ હુસૈનને કરબલાના મેદાનમાં શહીદ કરવામાં આવ્યા હતા.
ઇમરા ખાને કહ્યું, હું મારા કાર્યકરો અને સમર્થકોને આશુરા પછી આ સરમુખત્યારશાહી શાસન સામે ઉભા રહેવા અપીલ કરું છું.તેમણે વધુમાં કહ્યું, હું આ ગુલામી સ્વીકારવા કરતાં જેલના અંધારા કોટડીમાં રહેવાનું પસંદ કરીશ. ખાન છેલ્લા બે વર્ષથી રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં બંધ છે. ખાને કહ્યું કે તેમનો અવાજ દરેક શક્ય રીતે દબાવવામાં આવી રહ્યો છે. જેથી તેમનો સંદેશ લોકો સુધી ન પહોંચે.
આર્મી ચીફ આસીમ મુનીર પર ટિપ્પણી કરતા ઇમરાન ખાને કહ્યું, જ્યારે કોઈ સરમુખત્યાર સત્તામાં આવે છે. ત્યારે તેને મતોની જરૂર હોતી નથી.. તે બળજબરીથી શાસન કરે છે. દેશની ન્યાયતંત્ર અંગે તેમણે કહ્યું, અદાલતો પસંદગીના ન્યાયાધીશોથી ભરેલી છે. જ્યારે સ્વતંત્ર ન્યાયાધીશોને લાચાર બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, આ બધું ફક્ત માર્શલ લો હેઠળ જ થાય છે. તેમણે કહ્યું કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે કચડી નાખવામાં આવી છે.સ્વતંત્ર પત્રકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
- Advertisement -
- Advertisement -