લગ્નનું વચન તોડવું ગુનો નથી…તેલંગાણા હાઈકોર્ટનો વિચિત્ર નિર્ણય
જો કોઈ લગ્નનું વચન આપે..ખાતરી આપે..સાથે સમય વિતાવે છે.અને પછી તે પાછું ખેંચે છે… તો શું તે વિશ્વાસઘાત છે? જવાબ હા છે.પણ શું તે ગુનો છે?.તેલંગાણા હાઈકોર્ટે ના કહ્યું. કોર્ટના મતે લગ્નનું વચન પૂરું કરવું કાયદેસર રીતે જરૂરી નથી.અને ફક્ત વચન તોડવું એ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો ગણાશે નહીં.આ નિર્ણય બાદ સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકો સુધી ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ નિર્ણય હૈદરાબાદના જીવન રેડ્ડીની અરજી પર આવ્યો છે.વર્ષ 2019 માં પદ્મિની રેડ્ડી નામની એક મહિલાએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે જીવને વર્ષ 2016 માં લગ્નનું વચન આપીને તેના માતાપિતાનો વિશ્વાસ જીત્યો હતો.પરંતુ બાદમાં તે પાછો ખેંચી ગયો હતો..આ ફરિયાદ પર એલબી નગર કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો.પરંતુ જીવન રેડ્ડીએ આ એફઆઈઆર રદ કરવાની માંગ કરતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી…હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે,,વચન તોડવું એ ગુનો નથી..જ્યાં સુધી એ સાબિત ન થાય કે આરોપીનો વચન આપતી વખતે કપટપૂર્ણ ઈરાદો હતો. એટલે કે જો કોઈ છેતરપિંડી કરવાના ઈરાદાથી લગ્નનું વચન આપે છે..અને તેના મજબૂત પુરાવા હોય જેમ કે શારીરિક કે માનસિક શોષણ,નાણાકીય લાભ અથવા પ્રતિષ્ઠાને નુકસાન તો જ આ કેસને IPCની કલમ 417 અથવા 420 હેઠળ ગુનો ગણવામાં આવશે.
- Advertisement -
- Advertisement -