36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

આસારામના જામીનનો સમયગાળો વધારવા માટે દાખલ કરાયેલી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી માંગ્યો જવાબ..


ગુજરાત હાઈકોર્ટે મંગળવારે સંત આસારામ દ્વારા તેમના કામચલાઉ જામીનનો સમયગાળો વધારવા માટે દાખલ કરાયેલી જામીન અરજી પર રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો. આસારામ (86) ને 2013 ના બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.આસારામ હાલમાં તબીબી કારણોસર જામીન પર છે.

જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે સરકારને નોટિસ જારી કરીને 27 જૂન સુધીમાં જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે 28 માર્ચે આસારામને ત્રણ મહિનાના કામચલાઉ જામીન આપ્યા હતા.. કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યા હતા.

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો.. ત્યારબાદ ત્રીજા ન્યાયાધીશને કેસ રિફર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ કોર્ટે આસારામને ત્રણ મહિનાના કામચલાઉ જામીન આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ગાંધીનગરની એક કોર્ટે જાન્યુઆરી 2023 માં આસારામને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા હતા. 2013 માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં એક છોકરી પર બળાત્કાર કરવાના બીજા એક કેસમાં પણ આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

હાલના કેસમાં તેને 2001 થી 2006 ની વચ્ચે સુરતની એક મહિલા અનુયાયી પર વારંવાર બળાત્કાર કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો..જ્યારે તે અમદાવાદ નજીક મોટેરામાં તેના આશ્રમમાં રહેતી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -