DGCAએ એર ઇન્ડિયા સામે કરી કડક કાર્યવાહી, 3 અધિકારીઓને દૂર કરવાના આપ્યા આદેશ.

અમદાવાદમાં વિમાન દૂર્ઘટના બાદ DGCAએ એર ઇન્ડિયાને ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિત તેના ત્રણ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 20 જૂનના રોજના તેના આદેશમાં એર ઇન્ડિયાને આ અધિકારીઓ સામે તાત્કાલિક આંતરિક શિસ્ત કાર્યવાહી શરૂ કરવા પણ કહ્યું હતું. DGCA ના આદેશ મુજબ ત્રણ અધિકારીઓમાં એરલાઇનના ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટનો પણ સમાવેશ થાય છે. DGCA એ એર ઇન્ડિયાને 10 દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
DGCA એ એર ઇન્ડિયાના જવાબદાર મેનેજરને કારણ બતાવો નોટિસ જારી કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,, એર ઇન્ડિયાના જવાબદાર મેનેજરે 16 મે 2025 અને 17 મે 2025 ના રોજ બેંગ્લોરથી લંડન (AL133) માટે બે ફ્લાઇટ્સ ચલાવી હતી. જે બંનેએ 10 કલાકની નિર્ધારિત ફ્લાઇટ સમય મર્યાદા ઓળંગી હતી. ડીજીસીએએ અધિકારીને સાત દિવસની અંદર જવાબ આપવા કહ્યું છે કે ઉલ્લંઘન માટે યોગ્ય અમલીકરણ કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ?
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એર ઇન્ડિયાને ચેતવણી આપી હતી કે, જ્યારે ત્રણ એરબસ વિમાનોએ ઇમરજન્સી સાધનોની તપાસ માટે નિર્ધારિત તારીખ મોડી હોવા છતાં ઉડાન ભરી ત્યારે સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. DGCA એ આ મુદ્દાને ઉકેલવામાં ધીમી ગતિએ કામ કરવા બદલ તેને ઠપકો પણ આપ્યો હતો. આ મામલો મે મહિનામાં એર ઇન્ડિયાના ત્રણ એરબસ વિમાનોની તપાસ સાથે સંબંધિત છે.
DGCA ના અહેવાલ મુજબ, સ્થળ તપાસમાં જાણવા મળ્યું કે,, મહત્વપૂર્ણ ઇમરજન્સી સાધનો પર એસ્કેપ સ્લાઇડ્સનું ફરજિયાત નિરીક્ષણ નિર્ધારિત સમય મોડી હોવા છતાં કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે,, એરબસ A320 જેટનું નિરીક્ષણ 15 મેના રોજ કરવામાં આવે તે પહેલાં એક મહિના કરતાં વધુ સમય માટે વિલંબિત હતું.એરનેવ રડાર ડેટા દર્શાવે છે કે વિલંબ દરમિયાન, વિમાને દુબઈ, રિયાધ અને જેદ્દાહ જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોએ ઉડાન ભરી હતી.
- Advertisement -
- Advertisement -