કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની વિદાય..કરિશ્મા કપૂર અને બાળકો રડી પડયા..

કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂર 19 જૂને પંચ મહાભૂતમાં વિલિન થઇ ગયા..દિલ્હીના લોધી રોડ પર દયાનંદ મુક્તિધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સંજય કપૂરને અંતિમ વિદાય આપવા માટે કરિશ્મા બંને બાળકો – પુત્ર કિયાન અને પુત્રી સમાયરા સાથે પહોંચી હતી., કરિશ્માના બંને બાળકો ભાવુક થઈ ગયા અને રડી પડયા હતા..કરિશ્મા અને કરીના તેમને સંભાળતા જોવા મળ્યા હતા..
કરિશ્મા કપૂર પણ રડી રહી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં તેની આંખોમાં આંસુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ સંજય કપૂરને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવ પણ અહીં જોવા મળી હતી.
સંજય કપૂર અને કરિશ્માના છૂટાછેડા થયા હોવા છતાં બંને બાળકોની ખૂબ નજીક હતો. છૂટાછેડા સમયે, તેણે તેના પુત્ર કિયાન અને પુત્રી સમાયરા માટે 14 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા.. જે દર મહિને 10 લાખ રૂપિયા વ્યાજ આપે છે.
સંજય કપૂરનું 12 જૂનના રોજ ઇંગ્લેન્ડમાં અવસાન થયું. તેમના મૃત્યુના સમાચાર સુહેલ સેઠે X પર આપ્યા હતા..સંજય કપૂર પોલો રમતી વખતે મધમાખીના હુમલો ભોગ બન્યા હતા..ત્યારબાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી..અને ત્યારબાદ હૃદયરોગનો હુમલો આવતા નિધન થયું હતુ..
- Advertisement -
- Advertisement -