ભારતમાં બે તબક્કામાં હાથ ધરવામાં આવશે જાતિ આધારિત વસ્તી ગણતરી, પ્રથમ તબક્કો ઓક્ટોબર 2026 થી થશેશરૂ.

કેન્દ્ર સરકારે બહુપ્રતિક્ષિત જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે એક સૂચના બહાર પાડી છે. સોમવારે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર આ વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર, 2026 થી શરૂ થશે, જ્યારે બીજો તબક્કો 1 માર્ચ, 2027 થી શરૂ થશે. આ વસ્તી ગણતરી સ્વતંત્રતા બાદ દેશની પ્રથમ જાતિ વસ્તી ગણતરી હશે.. જેને મૂળભૂત વસ્તી ગણતરી સાથે જોડવામાં આવી છે.
પ્રથમ તબક્કો ઓક્ટોબર 2026 થી
વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર, 2026 થી શરૂ થશે.. જેમાં ચાર પહાડી રાજ્યો – હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના ભૌગોલિક સ્થાન અને હવામાનને ધ્યાનમાં રાખીને, તેમને પ્રથમ તબક્કામાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
1 માર્ચ, 2027 થી બાકીના રાજ્યોમાં વસ્તી ગણતરી
દેશના બાકીના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીનો બીજો તબક્કો 1 માર્ચ, 2027 થી શરૂ થશે. સરકારનો ઉદ્દેશ્ય દેશભરમાં વ્યાપક અને સમાવિષ્ટ જાતિ ગણતરી કરવાનો છે..જેથી સામાજિક યોજનાઓ માટે નક્કર ડેટા ઉપલબ્ધ થાય.
કેન્દ્રએ 2025 માં જાતિ વસ્તી ગણતરીની કરી હતી જાહેરાત
નોંધનીય છે કે ૩૦ એપ્રિલ, 2025 ના રોજ, કેન્દ્ર સરકારે પહેલી વાર જાતિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરી સાથે કરવામાં આવશે. આ જાહેરાત અંગે રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા થઈ હતી.. કારણ કે લાંબા સમયથી જાતિ વસ્તી ગણતરીની માંગણી કરવામાં આવી રહી હતી.
2011 ની વસ્તી ગણતરી પછી આ પહેલી વસ્તી ગણતરી છે
ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011 માં યોજાઈ હતી. પરંપરા મુજબ વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે.. પરંતુ 2021 માં કોવિડ-19 રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે લગભગ 16 વર્ષ પછી આ પ્રક્રિયા ફરી શરૂ થઈ રહી છે.
પાછલી જાતિ વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો
મનમોહનસિંહ સરકાર દરમિયાન 2011 માં સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે સંયુક્ત રીતે કામ કર્યું હતું. જોકે, આ વસ્તી ગણતરીનો સંપૂર્ણ ડેટા આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર ફક્ત SC-ST પરિવારોનો ડેટા ઉપલબ્ધ છે.
વિપક્ષ લાંબા સમયથી માંગ કરી રહ્યો હતો
કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર જાતિ વસ્તી ગણતરી કરાવે.. જેથી સામાજિક ન્યાય અને અનામત નીતિઓ માટે વાસ્તવિક ડેટા ઉપલબ્ધ થઈ શકે. હવે સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામાથી આ માંગણી પૂર્ણ થતી દેખાય છે.
અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
- Advertisement -
- Advertisement -