28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

ગુજરાતથી કેદારનાથ જઈ રહેલી બસ પલટી ગઈ…ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ


ઉત્તરાખંડમાં નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટીપરીથી લગભગ 1.5 કિમી આગળ ડાબા ખાલે નજીક એક બસ રસ્તા પર પલટી મારી ગઈ. આ બસમાં 35 મુસાફરો હતા.જે ગુજરાતના રહેવાસી હતા..ઉત્તરકાશીથી કેદારનાથની યાત્રાએ જઈ રહ્યા હતા.આ અકસ્માતમાં ત્રણ લોકો – એક પુરુષ, એક મહિલા અને એક બાળક – ગંભીર રીતે ઘાયલ થયા હતા.જ્યારે 15 અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

આ ઘટના સવારે 11 વાગ્યે NH-707A પર ટીપરી-નંદગાંવ મોટર રોડ પર બની હતી. બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે તે રસ્તા પર પલટી ગઈ હતી.સદનસીબે બસ ખાડામાં પડી ન હતી.જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.જેના પગલે ઘંસાલી પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની કોટી કોલોની ટીમ અને 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી..

ગંભીર રીતે ઘાયલ ત્રણ મુસાફરોને નંદગાંવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.નાની ઇજાઓ ધરાવતા 15 મુસાફરોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.બાકીના મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા..

પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રાઇવરની બેદરકારી અથવા ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ હોઈ શકે છે.પોલીસે બસના દસ્તાવેજો અને ડ્રાઇવરની સ્થિતિની તપાસ શરૂ કરી છે.

આ અકસ્માત ટિહરીમાં ચારધામ યાત્રા રૂટ પર થયો હતો.જે દર વર્ષે લાખો યાત્રાળુઓને આકર્ષે છે. સાંકડા રસ્તા, તીવ્ર વળાંક અને ભૂસ્ખલનનું જોખમ આ રૂટ પર અકસ્માતોના મુખ્ય કારણો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -