26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

તમિલનાડુના લોકો ડીએમકેને સત્તા પરથી હાંકી કાઢશે.- અમિત શાહ…


ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુમાં 2026 માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. મદુરાઈની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટાલિન સરકાર પર પ્રહાર કર્યા હતા..તેમણે કહ્યું કે 2026 માં અહીં ભાજપ-એઆઈએડીએમકે ગઠબંધનની એનડીએ સરકાર બનશે. હું દિલ્હીમાં રહું છું… પરંતુ મારા કાન હંમેશા તમિલનાડુ પર છે.એમ.કે. સ્ટાલિન કહે છે કે, અમિત શાહ ડીએમકેને હરાવી શકશે નહીં. તેઓ સાચા છે. હું નહીં, પરંતુ તમિલનાડુના લોકો તમને હરાવશે. તેમણે દાવો કર્યો હતો કે,, 2026 ની ચૂંટણીમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એનડીએ સરકાર બનશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ શનિવારે મોડી સાંજે તમિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા…જ્યાં તેમણે મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ પાર્ટીની કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરી હતી… આ બેઠકમાં તેમણે આગામી ચૂંટણીઓમાં ડીએમકે સામે ભાજપની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરી હતી…

ભાજપના નેતા તમિલિસાઈ સુંદરરાજન, તમિલનાડુ રાજ્ય પ્રમુખ નૈનાર નાગેન્દ્રન અને અન્ય વરિષ્ઠ નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતુ…

શાહે રવિવારે પ્રખ્યાત મીનાક્ષી અમ્માન મંદિરની મુલાકાત લઈને પોતાનો પ્રવાસ શરૂ કર્યો. બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, “આજે મને મદુરાઈના પ્રતિષ્ઠિત મીનાક્ષી અમ્માન મંદિરમાં પૂજા કરવાનો લહાવો મળ્યો. મેં રાષ્ટ્રની સતત પ્રગતિ અને આપણા નાગરિકોની સુખાકારી માટે માતાના આશીર્વાદ માંગ્યા હતા..”

અમિત શાહે મદુરાઈમાં યોજાયેલી ભાજપ રાજ્ય કોર કમિટીની બેઠકમાં ડીએમકે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા… તેમણે કહ્યું કે,, તમિલનાડુના લોકો મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકારના વ્યાપક ભ્રષ્ટાચારથી પરેશાન છે.તેમણે દાવો કર્યો કે રાજ્યના લોકો હવે પરિવર્તન ઇચ્છે છે અને ભાજપને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના વિકસિત અને સમૃદ્ધ તમિલનાડુના વિઝન સાથે ભાજપના કાર્યકરો દરેક ગામ, શેરી અને ઘર સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું કે,, ભાજપ રાજ્યમાં મહિલા સશક્તિકરણ, સામાજિક ન્યાય અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દાઓ સાથે લોકો પાસે જશે.

અમિત શાહે તેમની તમિલનાડુ મુલાકાત દરમિયાન મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ, ખાસ કરીને મહિલા સશક્તિકરણ તરફ લેવામાં આવેલા પગલાં પર પણ પ્રકાશ પાડ્ય હતો…તેમણે લખ્યું, સશક્ત મહિલાઓ આત્મનિર્ભર ભારતનો પાયો છે.મોદી સરકાર માટે, માતા અને માતૃભૂમિથી વધુ મહત્વનું કંઈ નથી. ઉજ્જવલા યોજના, ટ્રિપલ તલાક પર પ્રતિબંધ, નારી શક્તિ વંદન કાયદો અને સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભરતી જેવા પગલાં ઐતિહાસિક છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -