‘ડબલ એન્જિન ભાજપ સરકારે આસામ સાથે દગો કર્યો’, મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો

ભારતના પૂર્વોત્તર રાજ્યો આ દિવસોમાં પૂર અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે…પૂર્વોત્તર રાજ્યોમાં લગભગ 40 લોકોનાં મોત થયાં છે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ. ખડગેએ કહ્યું કે,, ઉત્તરોત્તર રાજ્યોમાં પૂર અને ભારે વિનાશને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન મોદી પીએમ કેર ફંડના દરવાજા ખોલશે. ખડગેએ દાવો કર્યો હતો કે કરોડો રૂપિયા પીએમ કેર ફંડમાં ઓડિટ વિના રાખવામાં આવ્યા છે.
ગંભીર આરોપો લગાવતા ખડગેએ કહ્યું કે,, પીએમ મોદીએ 2016 માં આસામને પૂરમુક્ત રાજ્ય બનાવવાનું વચન આપ્યું હતું… પરંતુ એવું લાગે છે કે,, ભાજપની ડબલ એન્જિન સરકારે આસામ સાથે દગો કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં ખડગેએ લખ્યું છે કે,, પૂર્વોત્તર રાજ્યો ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યા છે. આસામ, અરુણાચલપ્રદેશ, મણિપુર, સિક્કિમ અને મેઘાલય સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. પૂર અને ભૂસ્ખલનને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. ખડગેએ કોંગ્રેસના કાર્યકરોને આ મુશ્કેલ સમયમાં લોકોને મદદ કરવા અપીલ કરી. ખડગેએ લખ્યું છે કે,, ‘વર્ષ 2016 માં ભાજપે આસામને પૂર મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. 2022 માં અમિત શાહે પણ આ વચનનું પુનરાવર્તન કર્યું. હવે કહેવાતા સ્માર્ટ સિટી ગુવાહાટીના ચિત્રો જોઈને લાગે છે કે મોદીજી અને તેમની ડબલ એન્જિન સરકારે આસામ સાથે દગો કર્યો છે.’ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ‘મોદી સરકારે બધા પૂર્વોત્તર રાજ્યો અને ખાસ કરીને આસામ માટે ભંડોળ બહાર પાડવું જોઈએ જેથી પૂરની પરિસ્થિતિનો સામનો કરી શકાય.
મોદીજી પીએમ કેર ફંડમાંથી પણ ભંડોળ ફાળવી શકે છે.. જેમાં કરોડો રૂપિયા ઓડિટ વિના પડેલા છે.’ આસામમાં પૂરને કારણે 10 લોકોના મોત થયા હતા.. 20 જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. આનાથી 4 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. નિચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે.
- Advertisement -
- Advertisement -