28.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ક્વોલિફાયર-2 મેચ પર વરસાદની શક્યતા. જો મેચ રદ થાય તો આ ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પર વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વરસાદને કારણે મેચ સમયસર શરૂ થઈ શકી નથી. જોકે, મેચમાં ટોસ થયો છે અને પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમ પણ ફિલ્ડિંગ માટે ઉતરી હતી.. પરંતુ મેચ શરૂ થવાનો સમય આવતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો..જેના કારણે મેચમાં વિલંબ થયો હતો..

મુંબઈ અને પંજાબ કિંગ્સ વચ્ચેની ક્વોલિફાયર-2 મેચ પહેલા અમદાવાદમાં વરસાદ શરૂ થઈ હતો… ત્યારબાદ મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું.. શરૂઆતમાં વરસાદ હળવો હતો અને પછી બંધ થઈ ગયો. પરંતુ બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર આવતાની સાથે જ ભારે વરસાદ શરૂ થઈ ગયો અને આખા મેદાનને કવરથી ઢાંકવું પડ્યું.

મુંબઈને નુકસાન

મુંબઈ અને પંજાબ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે આ મેચ નહીં યોજાય, તો પંજાબની ટીમ ગ્રુપ સ્ટેજમાં ટોચ પર હોવાને કારણે ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે અને મુંબઈની સફર અહીં જ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, મુંબઈ માટે આ એક મોટો ઝટકો હશે, જ્યારે પંજાબ અને આરસીબી 3 જૂને એક જ મેદાન પર ટાઇટલ મેચમાં ટકરાશે. જોકે, મુંબઈના ચાહકો ઇચ્છશે કે મેચ પૂર્ણ થાય.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -