સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 1,500થી વધુ પ્રવાસીઓ ફસાયા

ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. શનિવારે લાચેન અને લાચુંગ વિસ્તારોમાં લગભગ 1,500 પ્રવાસીઓ ફસાયા છે. મંગન જિલ્લાના એસપીએ જણાવ્યું કે, 115 પ્રવાસીઓ લાચેનમાં અને 1,350 પ્રવાસીઓ લાચુંગમાં રોકાયા છે.ભૂસ્ખલનને કારણે બંને બાજુથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તમામ પ્રવાસીઓને હાલ માટે તેમની હોટલમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગુરુવારે રાત્રે, લાચેન-લાચુંગ હાઇવે પર મુનસિથાંગ નજીક એક પ્રવાસી વાહન લગભગ 1000 ફૂટની ઊંડાઈએ તીસ્તા નદીમાં પડી ગયું હતુ.. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.. જ્યારે બેને ગંભીર હાલતમાં ગંગટોકની એસટીએનએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાહનમાં કુલ 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા.જેમાંથી 8 હજુ પણ ગુમ છે. ભારે વરસાદને કારણે તીસ્તા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતુ..જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો..શનિવારે નદી કિનારેથી ચાર ઓળખપત્ર અને 6 મોબાઇલ મળી આવ્યા હતા. જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતુ..
- Advertisement -
- Advertisement -