24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસેથી 125 એકર જમીન છીનવી લેવામાં આવી, શું છે સમગ્ર મામલો


સુપ્રીમ કોર્ટે સુલતાનપુરમાં કમલા નહેરુ મેમોરિયલ ટ્રસ્ટ (KNMT) ને 125 એકર જમીન ફાળવણી રદ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. કોર્ટે ઉત્તરપ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (UPSIDC) ના નિર્ણયોને જાહેર હિતના રક્ષણ માટે જરૂરી ગણાવ્યો… અને કહ્યું કે આટલી મોટી ઔદ્યોગિક જમીન જાહેર હિતનું મૂલ્યાંકન કર્યા વિના ફાળવવામાં આવી હતી. આ ટ્રસ્ટ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના પરદાદી કમલા નહેરુના નામે છે.

ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે ટ્રસ્ટની અપીલને ફગાવી દીધી હતી… અને કહ્યું કે,, વર્ષ 2003 માં જમીન ફાળવવામાં આવી હોવા છતાં, ટ્રસ્ટે સમયસર ચુકવણી કરી ન હતી.. અને વારંવાર વ્યાજ માફ કરવા અને બાકી ચૂકવણી માટે નવી તારીખો નક્કી કરવા જેવી અન્યાયી છૂટછાટોની માંગણી કરી હતી. કોર્ટે બાદમાં જગદીશપુર પેપર મિલ્સને તેજ જમીનની ફાળવણી પણ રદ કરી દીધી. ‘કેએનએમટી એક જૂનો ડિફોલ્ટર છે’

સુપ્રીમ કોર્ટની બેન્ચે કેએનએમટીને ‘જૂનો ડિફોલ્ટર’ ગણાવ્યો અને કહ્યું, ‘જમીન ફાળવણી પ્રક્રિયાની પવિત્રતા જાળવી રાખવા માટે યુપીએસઆઈડીસી માટે કેએનએમટીને ડિફોલ્ટર તરીકે ગણવું માત્ર વાજબી જ નહોતું પણ જરૂરી પણ હતું. જો આવા ઇરાદાપૂર્વકના ડિફોલ્ટરને અવગણવામાં આવે તો તે સમગ્ર જમીન વિતરણ વ્યવસ્થાને નબળી પાડશે.’

જસ્ટિસ સૂર્યકાંતે તેમના નિર્ણયમાં યુપીએસઆઈડીસીની ટીકા કરી અને કહ્યું કે તે જાહેર હિતના સિદ્ધાંતનું પાલન કરતું નથી. કોર્ટે કહ્યું કે, ‘જોકે અમે ડિફોલ્ટને કારણે કેએનએમટીની ફાળવણી રદ કરવાનું વાજબી ઠેરવ્યું હતું… પરંતુ એ પણ પ્રકાશમાં આવ્યું કે મૂળ ફાળવણી પ્રક્રિયામાં ગંભીર ખામીઓ હતી. 2003 માં અરજી કર્યાના માત્ર બે મહિનાની અંદર કેએનએમટીને જમીન આપવામાં આવી હતી..જે પ્રક્રિયાગત ગંભીરતા પર પ્રશ્નો ઉભા કરે છે.’

કોર્ટે કહ્યું કે,, જાહેર હિત સંબંધિત આવા ફાળવણી પહેલાં, લાભાર્થીની પાત્રતા જાહેર હિતની પરિપૂર્ણતા, રોજગાર સર્જન, પર્યાવરણીય ટકાઉપણું અને પ્રાદેશિક વિકાસ ઉદ્દેશ્યોનું યોગ્ય મૂલ્યાંકન થાય તેની ખાતરી કરવી જરૂરી છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે KNMT અને પેપર મિલને આપવામાં આવેલી જમીનોમાં આવું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું… તેથી બંને ફાળવણી રદ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે,, UPSIDC એ પારદર્શિતા અપનાવી ન હતી.. જેના કારણે સરકારી તિજોરીને સંભવિત આવકનું નુકસાન થયું હતું.. પરંતુ એવી સિસ્ટમને પણ પ્રોત્સાહન આપ્યું હતું.. જેમાં વિશેષાધિકારીઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું.. અને સમાન તકોની અવગણના કરવામાં આવતી હતી. આ રાજ્ય અને તેના નાગરિકો વચ્ચે સ્થાપિત વિશ્વાસ સંબંધ સાથે વિશ્વાસઘાત છે.

કોર્ટે ઉત્તરપ્રદેશ સરકાર અને UPSIDC ને ભવિષ્યની તમામ જમીન ફાળવણી પારદર્શક, ભેદભાવ રહિત અને ન્યાયી રીતે કરવા અને મહત્તમ આવક મેળવવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, આ ફાળવણીઓ ઔદ્યોગિક વિકાસ, પર્યાવરણીય ટકાઉપણું અને પ્રાદેશિક આર્થિક લક્ષ્યોની પરિપૂર્ણતાની ખાતરી કરવી જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -