30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- મોદી સરકારમાં આરોગ્ય બજેટ વધીને 1.35 લાખ કરોડ થયું, 23 AIIMS ને મંજૂરી મળી


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે કહ્યું કે,,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મજબૂતી મેળવી છે.સરકારના પ્રયાસોમાં ખાનગી સંસ્થાઓના યોગદાનની પણ પ્રશંસા કરી હતી…નાગપુરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘સ્વસ્થી નિવાસ’નો શિલાન્યાસ કર્યા બાદ શાહે એક સભાને સંબોધિત કરી હતી.તેઓએ કહ્યું કે, સ્વાસ્થિ નિવાસ કેન્સરના દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓ માટે સુવિધાઓ પૂરી પાડશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મોદી સરકારના શાસનમાં, 60 કરોડ ગરીબ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે. શાહે કહ્યું કે, આજે દેશમાં 23 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સને મંજૂરી આપવામાં આવી છે.. જ્યારે આઝાદીથી 2014 સુધી ફક્ત 7 એઈમ્સ બનાવવામાં આવી હતી.તેમણે કહ્યું કે, મનમોહનસિંહ સરકાર દરમિયાન આરોગ્ય બજેટ 37,000 કરોડ રૂપિયા હતું.. જ્યારે હવે મોદી સરકારમાં તે વધીને 1.35 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

અમિત શાહે જણાવ્યું કે, તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કેન્સર ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં અત્યાધુનિક સંશોધન સુવિધા સ્થાપવામાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંસ્થા આગામી વર્ષોમાં દેશનું શ્રેષ્ઠ કેન્સર સારવાર કેન્દ્ર બનશે…તેમણે કહ્યું કે કેન્સરની સારવાર લાંબા સમય સુધી ચાલે છે.. દર્દીઓ અને તેમના પરિવારોને ભારે તકલીફ આપે છે. જેઓ પોતે તે પીડા અનુભવે છે.. તેઓ જ સમાજની સેવાની ભાવના સાથે કામ કરે છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -