પંજાબ સહિત ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની જાહેરાત; 19 જૂને મતદાન, 23 જૂને પરિણામ

ચૂંટણી પંચે ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી..પેટાચૂંટણી માટે મતદાનની તારીખ 19 જૂન નક્કી કરવામાં આવી છે. પરિણામો 23 જૂને આવશે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. રાજીનામા અથવા મૃત્યુને કારણે પાંચેય બેઠકો ખાલી પડી હતી.ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.કેરળની નિલામ્બુર વિધાનસભા બેઠક, પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠક અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ યોજાવાની છે.
ચૂંટણી પ્રક્રિયા 25 જૂન પહેલા પૂર્ણ કરવી પડશે
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જે પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તે માટેનું જાહેરનામું આવતીકાલે એટલે કે 26 મેના રોજ જારી કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 2 જૂન છે. 3 જૂને નામાંકનપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારોને 5 જૂન સુધી પોતાના નામ પાછા ખેંચવાની તક મળશે. આ બેઠકો પરની તમામ ચૂંટણી પ્રક્રિયાઓ ૨૫ જૂન પહેલા પૂર્ણ કરવાની રહેશે.
પેટાચૂંટણીઓ શા માટે યોજવી પડે છે?
ગુજરાતની કડી બેઠક કરસનભાઈ પંજાભાઈ સોલંકીના અવસાનથી ખાલી પડી હતી. વિસાવદર વિધાનસભા બેઠક AAPના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણીના રાજીનામાને પગલે ખાલી પડી હતી.
પીવી અનવરના રાજીનામાને કારણે કેરળની નિલામ્બુર બેઠક ખાલી પડી.
ગુરપ્રીત બસ્સી ગોગીના અવસાનને કારણે પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી
નસીરુદ્દીન અહેમદના અવસાનના કારણે પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી..
- Advertisement -
- Advertisement -