25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

‘મિસાઇલ મેન’ની બાયોપિકની જાહેરાત..ધનુષ સ્ક્રીન પર એપીજે અબ્દુલ કલામની ભૂમિકા ભજવશે..


દેશના ‘મિસાઇલ મેન’ તરીકે જાણીતા ભારતના 11મા રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ પર બાયોપિક બનવા જઈ રહી છે.દક્ષિણ સ્ટાર ધનુષ પડદા પર તેનું પાત્ર ભજવશે.આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરશે.આ પહેલા પણ તેઓ ‘આદિપુરુષ’ બનાવી ચૂક્યા છે.

ડૉ.એપીજે અબ્દુલ કલામ એક એવા વ્યક્તિત્વ જેમને આખો દેશ સલામ કરે છે. હવે ભારતના 11મા રાષ્ટ્રપતિ અને ‘મિસાઇલ મેન’ તરીકે જાણીતા કલામના પ્રેરણાદાયી જીવનને પડદા પર જોવાની તક મળશે…દિગ્દર્શક ઓમ રાઉત તેમના પર બાયોપિક બનાવવા જઈ રહ્યા છે.. જેમાં દક્ષિણ સ્ટાર ધનુષ તેમનું પાત્ર ભજવશે.

સાદગીથી જીવન જીવનારા અને દેશની નિઃસ્વાર્થ સેવા કરનારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે 27 જુલાઈ 2015 ના રોજ આ દુનિયાને અલવિદા કીધી હતી..84 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતુ..તેઓ એક જાણીતા વૈજ્ઞાનિક અને એન્જિનિયર પણ હતા. દરેક પેઢી તેમના વિચારોથી પ્રેરિત થાય છે.

હવે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ બનાવનાર દિગ્દર્શક ઓમ રાઉત એપીજે કલામની બાયોપિક બનાવશે. તેની જાહેરાત 21 મેના રોજ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ દિલ્હી ફાઇલ્સ’ના અભિષેક અગ્રવાલ, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અનિલ સનકર સંયુક્ત રીતે કરશે.આ પટકથા સાઇવિન ક્વાડ્રાસ દ્વારા લખવામાં આવી છે.

ઓમ રાઉતની ‘આદિપુરુષ’ ફ્લોપ રહી,,,

‘આદિપુરુષ’નું બજેટ 700 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. તે સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક હતી. તે 16 જૂન 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી..બોક્સ ઓફિસ પર ભારે ફ્લોપ સાબિત થઈ હતી. તેણે 390 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો. આ ફિલ્મની ઘણી બધી બાબતો માટે ભારે ટીકા થઈ હતી.. જેમાં તેના VFXનો પણ સમાવેશ થાય છે.

ધનુષની ફિલ્મો

તેણે 2013 માં ફિલ્મ ‘રાંઝણા’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પછી તે ‘શમિતાભ’માં જોવા મળ્યો. ‘અતરંગી રે’ તેની છેલ્લી હિન્દી ફિલ્મ હતી. 2025માં તેની પાસે કુબેરા, ઈડલી કડાઈ, તેરે ઈશ્ક મેં અને ધનુષ 56 છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -